________________
૧૫૦ • અનેકાન્ત ચિંતન | દાન, શીલ, તપ અને ભાવના સંસ્કારોમાં જૈનોનું વારસાગત ચઢિયાતાપણું કબૂલ કરવામાં આવે તો બૌદ્ધિક સંસ્કારોનું તેવું ચઢિયાતાપણું બ્રાહ્મણ જાતિનું કબૂલ કરવું જોઈએ—એ વાતની સાક્ષી અનેક બ્રાહ્મણ જૈનાચાર્યોની કૃતિઓ પૂરે છે. વૈશ્ય જાતીય શ્રીમાન્ હેમચંદ્ર અને યશોવિજયજી જેવા તો અપવાદમાત્ર ગણાય. દિવાકરશ્રી જન્મે બ્રાહ્મણ જાતિના અને પોતાની જ પરંપરામાં વ્યાકરણ, કાવ્ય, વેદ અને ઉપનિષદ ઉપરાંત તત્કાલીન સમગ્ર વૈદિક દર્શનોને તેમ જ બૌદ્ધ દર્શનને પી ગયેલા. એમનો સંસ્કૃતભાષા ઉપરનો કાબૂ અને કવિત્વ એમની કૃતિઓમાં ચમત્કારક રીતે નજરે પડે છે. પૂર્વાશ્રમના દાર્શનિક પ્રૌઢ અભ્યાસે તેઓની બુદ્ધિને તીક્ષ્ણ અને દર્પણ જેવી સ્વચ્છ બનાવી હતી. હૃદય તેઓનું સરળ અને ગુણપક્ષપાતી હતું. પરીક્ષાશક્તિ અને નિર્ભયતા તેઓમાં સ્વતઃસિદ્ધ હતાં. તેથી જૈન આગમ જોતાંવેત જ બીજા કોઈ સાધારણ વિદ્વાનને ન ભાસે એવું ભગવાનભાષિત તત્ત્વ તેમની પ્રતિભાને ભાસ્યું અને તેમની વિરક્તવૃત્તિ સાથે નિર્ભયતા જાગી ઊઠી. પરિણામે તેઓએ દીર્ઘતપસ્વી મહાવીરનું શાસન સ્વીકાર્યું અને પોતાની સમગ્ર શક્તિ એ શાસનને અર્પ, તેની વ્યવસ્થા અને પ્રભાવના કરવામાં જ પોતાના પાંડિત્યનો ઉપયોગ કર્યો.
એમની બત્રીસીઓ વાંચતાં ઉપરની બધી હકીકત સ્પષ્ટ જણાઈ આવે છે. અહિંસા અને અનેકાંતનું બીજાને ભાગ્યે જ સમજાયેલું તત્ત્વ તેઓને સરળતાથી સમજાયું. તેથી જ તેઓ દીર્ઘતપસ્વીના બુદ્ધિગમ્ય તત્ત્વસિદ્ધાંતો ઉપર ફિદા થઈ એમની ગદ્ગદ ભક્તિથી સ્તુતિ કરવા મંડી ગયા. એ સ્તુતિમાં પણ તેમણે પોતાનો બુદ્ધિપ્રભાવ અને તર્કવાદ સ્પષ્ટ કર્યો છે. એ સમજવા કેટલાંક બત્રીસીઓમાંનાં પદ્યો લેખના અંતમાં અર્થ સહિત નમૂનારૂપે આપવામાં આવે છે, જેને વાંચતા વાચકોને દિવાકરશ્રીના વિશિષ્ટ વ્યક્તિત્વની ખાતરી થશે અને તેમનું હાર્દ સમજાશે. સન્મતિનો પ્રચાર ઓછો કેમ છે અને હવે તે વધે કેમ?
* એકંદર રીતે જોતાં પ્રવચનસાર અને સન્મતિતર્ક એ બન્ને ગ્રંથો મહત્ત્વના છતાં તેમાં સન્મતિતર્કનું જ સ્થાન મુખ્ય આવે છે. બેમાંથી અભ્યાસ માટે જો એકની જ પસંદગી કરવી હોય તો સન્મતિતર્કની જ પસંદગી વિશેષ ફળદ્રુપ છે. પ્રવચનસારની પદ્યરચના કરતાં સન્મતિની પદ્યરચના પણ વિશેષ ધ્યાન ખેંચે તેવી છે, છતાં સન્મતિતર્કના અભ્યાસી પ્રવચનસારની ઉપેક્ષા કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org