________________
૬૨ ૦ અનેકાન્ત ચિંતન
લીધો છે. અશોકની વિરક્તિનું પ્રતિબિંબ બૌદ્ધ સંપ્રદાયમાં વ્યક્ત થાય છે; અને બૌદ્ધ ભિક્ષુઓ સંપ્રદાયના પ્રસાર માટે તેનો ઉપયોગ કરે છે. સંપ્રતિ રાજાની સેવા જૈન નિગ્ગન્હોની ઇચ્છાને અનુસરે છે. પુષ્પમિત્ર અન અગ્નિમિત્રની ભક્તિ બ્રાહ્મણોને ફરી તેજસ્વી બનાવે છે. એ બધું થોડેઘણે અંશે પરાપેક્ષાનું પરિણામ છે.
એક બાજુ ત્રણ-ચાર સૈકામાં વિજયતૃષ્ણાને લીધે અનેક રાજ્યોની ચઢતીપડતી અને ઊથલપાથલ થાય છે અને બીજી બાજુએ તે જ સૈકાઓમાં ભિન્ન ભિન્ન સંપ્રદાયોની ચડતીપડતીની તુલા ઊંચીનીચી થાય છે. રાજકીય ક્ષેત્રમાં, સામાજિક પ્રદેશમાં અને ધાર્મિક સંપ્રદાયોમાં જ્યાં દેખો ત્યાં અંતર્મુખ વૃત્તિનું જ પ્રાધાન્ય થાય છે. અને ફરી તર્કવાદ તથા વિજયલાલસાથી વાતાવરણ ભરાઈ જાય છે. આનું પરિણામ માત્ર ગૃહસ્થ વિદ્વાનો ઉપર જ નહિ પણ ત્યાગી ગુરુઓ ઉપર સુધ્ધાં એટલું બધું ભારે આવે છે કે દરેક વિદ્વાનનું સાધ્ય કોઈ પણ રીતે પોતાના સંપ્રદાયને પરના આક્રમણથી બચાવી લેવો અને બની શકે તો સામાને પરાભવ આપી તેને સ્થાને પ્રતિષ્ઠા મેળવવી એ થઈ જાય છે. આ સાધ્યની ચિંતાને લીધે વિદ્વાનોના માનસજગતમાં કેટલો ક્ષોભ થતો, દરેક વિદ્વાન ભણ્યા પછી પોતાની વિદ્યાનું સાધ્ય શું માનતો, તેમ જ વિવાદ તથા શાસ્ત્રાર્થના અખાડામાં ઊતરી પ્રતિવાદીને વાણીની મલ્લકુસ્તીમાં હરાવવા વાદપદ્ધતિનું જ્ઞાન કેટલું આવશ્યક સમજતો. અને તેથી વાદપદ્ધતિના દરેક નિયમ-ઉપનિયમનું અને તત્ત્વોનું જ્ઞાન કરાવી સભામાં વિજય અપાવે એવા ગ્રંથોનું નિર્માણ કેવી રીતે થવા લાગ્યું હતું તેમ જ અક્ષપાદ ગૌતમની લાભ અને ખ્યાતિ નિમિત્તે વિજયતૃષ્ણાથી પ્રેરાઈ વિવાદ કરવાની શિખામણ કેટલી ભૂલી જવાઈ હતી, એ બધું આપણે મધ્યવર્તી સમયના સાહિત્યમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
૧૫. વિજયવિસ્તાર -- મધ્યવર્તી સમયના સાહિત્ય તરફ વળતાં સૌથી પહેલાં જૈન સાહિત્ય અને તેમાંયે સિદ્ધસેન દિવાકરની કૃતિઓ તરફ નજર દોડાવવી પડશે. દિવાકર એ જૈન પરંપરા પ્રમાણે વિક્રમની પ્રથમ સદીના વિદ્વાન છે. દિવાકર પૂર્વવર્તી આશ્રમને લીધે બ્રાહ્મણોની વિદ્યાગોષ્ઠીના અને પાછળના બદલાયેલા જીવનને લીધે જૈન શ્રમણની
૧. જૈનોની શ્રુતપરંપરા પ્રમાણે વિન્સેન્ટ સ્મીથ પણ આ પરંપરાનો અસ્વીકાર નથી કરતા. જુઓ, અર્લી હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org