________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૬૯ વિદ્વાનોમાં વૈષ અને કલહનાં બીજ રોપ્યાં હતાં અને તેને લીધે ધાર્મિક વિદ્વાનોને સાંપ્રદાયિક જીવન શાંતપણે વ્યતીત કરવું બહુ જ ભારે થઈ પડ્યું હતું. વિદ્વાન થયો એટલે કોઈ પ્રતિવાદી સાથે વાદવિવાદમાં તે ન ઊતરે તો લોકો કાં તો તેને અશક્ત અને ભીર ગણતા અને કાં તો સાંપ્રદાયિક પ્રેમ વિનાનો માનતા. આથી અનુયાયી લોકોની વૃત્તિ દરેક સંપ્રદાયમાં દઢ થઈ ગઈ હતી (અદ્યાપિ એમ જ છે). તેને બદલવા આચાર્ય હરિભદ્ર જેવા પ્રશમપ્રિય તપસ્વીએ ધર્મવાદને પ્રશંસી તેને મુખ્ય સ્થાન આપ્યું છે.
સ્પષ્ટભાષી અને વિવેકી તે આચાર્યે ધર્મવાદને કર્તવ્ય બતાવીને તેમાં કયા વિષયોની ચર્ચા કરવી અને કયાની ન કરવી એનું નિરૂપણ તે આ ધર્મવાદ અષ્ટકમાં કરેલું છે. તેઓ સંયમ અને ચારિત્રને જીવનની મુખ્ય વસ્તુ માનતા હોવાથી કહે છે કે ધર્મવાદમાં પણ પ્રમાણ વગેરે અનુપયોગી વિષયો ઉપર વાદ ન કરવો. માત્ર સંયમનાં તત્ત્વો ઉપર ધર્મવાદ કરવો.
હરિભદ્ર પછી દેવસૂરિનું નામ આવે છે. તેઓ વાદીના વિશેષણથી પ્રસિદ્ધ છે. તેઓએ પણ રાજસભામાં શાસ્ત્રાર્થ કર્યો છે અને જયલાભ કર્યો છે. સિદ્ધરાજની સભામાં લઘુવયસ્ક હેમચંદ્રાચાર્યને મદદમાં રાખી તેઓએ કુમુદચંદ્ર નામના દિગંબરાચાર્ય સાથે વાદ કર્યાનું અને તેમાં વિજય મેળવ્યાનું વર્ણન શ્વેતાંબર સાહિત્યમાં છે. આ વિજયલાભ પછી તેઓએ એક મહાન ગ્રંથ લખ્યો છે. પરિણામમાં તેની બરાબરી કરનાર સંસ્કૃતિ દર્શન સાહિત્યમાં બીજો કોઈ ગ્રંથ રચાયો હોય તેવું મારી જાણમાં નથી. વાદી દેવસૂરિનો એ, સ્યાદ્વાદરત્નાકર નામની વ્યાખ્યા સહિત પ્રમાણનયતત્તાલોકાલંકાર નામનો ગ્રંથ આઠ પરિચ્છેદોમાં વહેંચાયેલો છે. તેમાં આઠમો પરિચ્છેદ કેવળ વાદને લગતો છે અને તેમાં વાદને લગતા વિષયોનું અત્યંત સ્પષ્ટ અને મનોરંજક વર્ણન છે. તે વાદકથાનો ઈતિહાસ જાણવા ઈચ્છનારનું ખાસ ધ્યાન ખેંચે તેવો છે. તેમાં વાદી, પ્રતિવાદી, સભ્યો અને સભાપતિ એ ચાર અંગોનું સાંગોપાંગ વર્ણન છે. વાદી અને પ્રતિવાદીના ભેદ-પ્રભેદ કરી તેમાં સોળ પ્રકાર બતાવવામાં આવ્યા છે. અને તેમાં કઈ કઈ જાતના વાદીનો કઈ કઈ જાતના પ્રતિવાદી સાથે વાદ સંભવી શકે અને કઈ જાતના સાથે ન જ સંભવી શકે એ બતાવવામાં આવ્યું છે. તેમાં બતાવેલા વાદી અને પ્રતિવાદીના કુલ સોળ પ્રકારોમાં ફક્ત બાર પ્રકારોમાં જ અરસપરસ વાદકથા સંભવી શકે તેમ જણાવ્યું છે. વાદી અને પ્રતિવાદી એ બંને વાદકથાના પ્રાણ હોઈ તેઓનું શું શું કર્તવ્ય છે તે જણાવ્યું છે. સાથે જ સભ્યો વિના વાદકથા ન ચાલતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org