________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૭૭ ઉપલબ્ધિસમ.
(૨૧) પૂર્વોક્ત જ પ્રયોગમાં એમ કહેવું કે શબ્દ પ્રયત્નાનન્તરીયક હોવા છતાં અનિત્ય (જન્ય) તો નથી જ. કારણ કે તે શબ્દ ઉચ્ચારણવિષયક પ્રયત્નના પહેલાં પણ છે જ. માત્ર આવરણ હોવાથી ઉચ્ચારણ પહેલાં તેની ઉપલબ્ધિ થતી નથી. એટલે પ્રયત્નથી માત્ર આવરણનો જ ભંગ થાય છે. તેનાથી કંઈ શબ્દ ઉત્પન્ન થતો નથી. શબ્દ તો પ્રથમથી જ છે. આ રીતે અનુપલબ્ધિ દ્વારા દૂષણ આપવું તે અનુપલબ્ધિસમ.
(૨૨) શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરનારને કહેવું કે અનિત્યતા પોતે અનિત્ય છે કે નિત્ય છે ? જો અનિત્ય હોય તે અનિત્યતા પોતે જ નષ્ટ થવાની એટલે અનિત્યતાનો નાશ એ જ નિત્યતા. આ રીતે શબ્દની અનિત્યતાનો નાશ થવાથી શબ્દ નિત્ય થયો અને જો અનિત્યતા પોતે નિત્ય હોય તો તે નિત્ય અનિત્યતાને રહેવા માટે તેનો આશ્રયભૂત શબ્દ પણ નિત્ય હોવો જ જોઈએ. જ્યાં સુધી આશ્રય નિત્ય માનવામાં ન આવે ત્યાં સુધી તેના ધર્મને નિત્ય માનવાનો કંઈ જ અર્થ જ નથી, એટલે અનિત્યતાને નિત્ય માનવા જતાં પણ શબ્દ નિત્ય જ સિદ્ધ થયો. એ પ્રમાણે સાધ્યને નિત્ય અને અનિત્ય માનવાનો વિકલ્પ કરી બંને રીતે નિત્યત્વ જ સિદ્ધ કરવું તે નિત્યસમ.
(૨૩) જો અનિત્યત્વ ધર્મ દ્વારા ઘટ અને શબ્દ વચ્ચે સાધમ્યું હોવાથી શબ્દને અનિત્ય માનવામાં આવે તો દરેક પદાર્થનું ઘટ સાથે કાંઈક તો સાધર્મ છે જ. એટલે દરેક પદાર્થ ઘટની જેમ અનિત્ય સિદ્ધ કાં ન થાય? અને જો તેમ ન થાય તો પછી શબ્દને પણ અનિત્ય કાં માનવામાં આવે ? આ રીતે અનિત્યત્વ દ્વારા દૂષણ આપવું તે અનિત્યસમ.
(૨૪) પ્રયત્નાનન્તરીયક (પ્રયત્ન પછી થતો) હોવાથી શબ્દને અનિત્ય સિદ્ધ કરનાર પ્રત્યે કહેવું કે પ્રયત્નનાં કાર્ય અનેક પ્રકારનાં છે. કોઈ અસતુ (અવિદ્યમાન) વસ્તુ જ પ્રયત્નથી થાય છે જેમ કે ઘટ વગેરે. જયારે કેટલીક વસ્તુઓ સત્ (વિદ્યમાન) છતાં પ્રયત્નથી માત્ર વ્યક્ત થાય છે. આ રીતે પ્રયત્નનું કાર્ય ઉત્પત્તિ અને વ્યક્તિ, એ બે પ્રકારનું દેખાય છે. તો પછી અહીં શબ્દને પ્રયત્નજન્ય માનવો કે પ્રયત્નવ્યંગ્ય માનવો ? આ રીતે કાર્યનું નાનાત્વ બતાવી દૂષણ આપવું તે કાર્યસમ.
૧૬. નિગ્રહસ્થાન – નિગ્રહ(પરાજય)ની પ્રાપ્તિનું સ્થાન (પ્રસંગ) તે નિગ્રહસ્થાન. નિગ્રહસ્થાનના મુખ્ય બે પ્રકાર છે : (૧) વિપ્રતિપત્તિ (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org