________________
૭૬ ૦ અનેકાન્ત ચિંતન શ્રાવણત્વ હેતુથી શબ્દત્વની પેઠે શબ્દને નિત્ય શા માટે સિદ્ધ ન કરાય? આ રીતે સામે બીજા પક્ષનું ઉત્થાપન કરી દૂષણ આપવું તે પ્રકરણસમ.
(૧૬) હેતુ એ સાધ્યનો પૂર્વકાલીન છે, ઉત્તરકાલીન છે કે સમકાલીન? જો પૂર્વકાલીન હોય તો હેતુ વખતે સાધ્ય ન હોવાથી તે કોનું સાધન થશે? જો હેતુ સાધ્યનો ઉત્તરવર્તી હોય તો સાધ્ય પ્રથમથી જ સિદ્ધ છે એમ માનવું પડે અને જો તેમ માનો તો સાધ્ય સિદ્ધ હોવાથી તેના સાધન માટે હેતુ નકામો છે. જો સાધ્ય અને હેતુ બંને સમકાલીન હોય તો ડાબા અને જમણા બંને સમકાલીન શીંગડાઓની પેઠે કોઈ કોઈનું સાધ્ય ન હોઈ શકે. સમકાલીન તો બંને સમાન જ હોવા જોઈએ. તેમાં એક સાધક અને બીજું સાધ્ય એવી કલ્પના જ અઘટિત છે. આ રીતે ત્રણે કાળની અનુપપત્તિ ધારી હેતુને દૂષિત કરવો તે હેતુસમ.
(૧૭) જો ઘટ આદિ અનિત્ય વસ્તુના કૃતકત્વરૂપ સમાનધર્મથી શબ્દને અનિત્ય સિદ્ધ કરવામાં આવે તો અર્થપત્તિથી એમ પ્રાપ્ત થાય છે કે નિત્ય વસ્તુના સાધર્મ્સથી શબ્દ નિત્ય પણ સિદ્ધ થઈ શકે. આકાશ આદિ નિત્ય વસ્તુનું અમૂર્તત્વરૂપ સાધમ્મ શબ્દમાં છે જ એટલે શબ્દ નિત્ય કાં સિદ્ધ ન થાય ? એ રીતે અર્થાપત્તિ દ્વારા દૂષણ આપવું તે અર્થપત્તિસમ. . (૧૮) જો કૃતકત્વ એ ધર્મ શબ્દ અને ઘટનો સમાન (એક) માનવામાં આવે તો તે ધર્મ દ્વારા શબ્દ અને ઘટ એ બંનેની જેમ અવિશેષતા પ્રાપ્ત થાય છે તેમ કોઈ પણ સમાનધર્મ દ્વારા સમગ્ર પદાર્થોમાં અવિશેષતા પ્રાપ્ત થાય. આ રીતે અવિશેષતાનું આપાદન કરી દૂષણ આપવું તે અવિશેષસમ.
(૧૯) જો કૃતકત્વને લીધે શબ્દને અનિત્ય માનવામાં આવે તો અમૂર્તત્વને લીધે નિત્ય શા માટે ન માનવામાં આવે ? આ રીતે બંને ધર્મની ઉપપત્તિ હોવાથી છેવટે શબ્દ અમુક જ પ્રકારનો છે એવો નિશ્ચય નહિ થઈ શકે એમ દૂષણ આવું તે ઉપપત્તિસમ.
(૨૦) કોઈ એમ કહે કે શબ્દ અનિત્ય છે, કારણ કે તે પ્રયત્નાનન્તરીયક (એટલે પ્રયત્નની પછી જ થનાર) છે તો તેને એમ કહેવું કે સાધન તો તેને જ કહી શકાય કે જેના વિના સાધ્ય ઉપલબ્ધ ન થાય. પરંતુ વિદ્યુત વગેરે વસ્તુઓ અનિત્ય છતાં પ્રયત્ન વિના જ ઉપલબ્ધ થાય છે; અગર સહજ રીતે ભાગતાં લાકડાં વગેરેનો શબ્દ પણ અનિત્ય છતાં પ્રયત્ન વિના જ ઉત્પન્ન થતો દેખાય છે. એટલે પ્રયત્નાનત્તરીયકપણું એ અનિત્યનું સાધન કેવી રીતે થઈ શકે ? આ પ્રમાણે ઉપલબ્ધિ દ્વારા દૂષણ આપવું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org