________________
૯૦ ૦ અનેકાન્ત ચિંતન પ્રયોગ આવશ્યક સમજી અને કોઈ બૌદ્ધો માત્ર હેતુનો જ પ્રયોગ આવશ્યક સમજી વધારે અવયવોના પ્રયોગને અધિક નામનું નિગ્રહસ્થાન માનતા. તેમ જ સાંખ્યો પ્રથમના ત્રણ અને મીમાંસકો ઉપનય સુધીના ચાર અવયવોનો જ પ્રયોગ માનતા; ત્યારે જૈન તાર્કિકોએ કહ્યું કે અપેક્ષાવિશેષથી બે પાંચ અને દશ અવયવ સધ્ધાં યોજી શકાય છે; તેમાં કાંઈ દૂષણ નથી. આ વિષયના લાંબા શાસ્ત્રાર્થો એ કથાપદ્ધતિના અંતર્ગત ન્યાયવાક્ય ઉપરનો વિદ્વાનોનો બુદ્ધિવ્યાયામ સૂચવે છે.
ભાષ્ય –નિયુક્તિ પછી આપણે ભાષ્ય ઉપર આવીએ છીએ. નિર્યુક્તિમાં વર્ણવેલ વસ્તુ ભાષ્યમાં આવે તે સ્વાભાવિક છે. અને તેથી જ પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેતુવિશુદ્ધિ આદિ અવયવો કેવી રીતે ઘટાવવા એ દશવૈકાલિકનિર્યુક્તિના ભાષ્યમાં બતાવ્યું છે (પૃ. ૬૩). તે ઉપરાંત કથાપદ્ધતિને લગતું વધારે વર્ણન ભાષ્યમાં હોવું જોઈએ એનું પણ સૂચન મળે છે. આચાર્ય હરિભદ્રના વાદનામક બારમા અષ્ટક ઉપરની જિનેશ્વરસૂરિની ટીકામાં એક પ્રાકૃત ગાથા છે. સંભવતઃ આ ગાથા કોઈ ભાષ્યની હશે. તેમાં કોની સાથે વાદ કરવો અને કોની સાથે ન કરવો તથા ક્યારે કરવો અને
ક્યારે ન કરવો પ્રસંગમાં જણાવેલું છે કે : “ધનવાન, રાજા, પક્ષવાન, (લાગવગવાળો), બળવાનું, ઉગ્ર, ગુરુ, નીચ અને તપસી” એટલાની સાથે વાદ ન કરવો. ભાષ્યોના વધારે અવલોકનથી આ વિષયમાં વધારે પ્રકાશ પડવાનો ચોક્કસ સંભવ છે. - મૂળિ :– ભાષ્ય પછી ચૂર્ણિ આવે છે. જે નિયુક્તિ અને ભાષ્યમાં હોય તે ચૂર્ણિમાં આવે જ. નિશીથચૂર્ણિમાં આ વિષયને લગતું વધારે વર્ણન છે એમ આચાર્યશ્રી જિનવિજયજી મહારાજ તરફથી મને માહિતી મળી છે. પણ તે ચૂર્ણિ હસ્તલિખિત અને વિસ્તૃત હોઈ અત્યારે તુરત તેનો પાઠ આપવો કે પૃષ્ઠઅંક સૂચવવો શક્ય નથી.
વત્ર – સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિ એ ચાર પ્રવાહોમાં એકત્ર થયેલું વિચારાત્મક જળ ટીકાની ગંગામાં વહે છે. તેથી જ આપણે
૧. જુઓ દિનાગનાં ન્યાયપ્રવેશસૂત્રો. નં. ૧૦. તથા પ્રમાણનયતત્તાલોકાલંકાર પરિ.
૩, સૂ. ૨૩, સ્યાદ્વાદરત્નાકરટીકા તથા “અસહસ્ત્રી” પૃષ્ઠ ૮૪. બૌદ્ધ માન્યતા વિશે હેમચંદ્ર આ પ્રમાણે ઉલ્લેખ કરે છે - 'यथाहुः सौगताः, विदुषा वाच्यो हेतुरेव हि केवलः' ॥ प्रमाणमीमांसा अ० २, आ० १, सू० ९ वृत्तिः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org