________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૬૭ છતાં વસ્તુદષ્ટિએ તેને હરિભદ્રની કૃતિની સ્પષ્ટ અને વિસ્તૃત વ્યાખ્યા જ કહેવી જોઈએ. તેથી નવીનતાની દૃષ્ટિએ અહીં પ્રથમના ત્રણ આચાર્યોની કૃતિઓનો જ વિચાર કરવો પ્રાપ્ત થાય છે.
આચાર્ય હરિભદ્ર વિક્રમની નવમી શતાબ્દીના વિદ્વાન હતા. તેઓ પૂર્વાશ્રમમાં વૈદિક વિદ્વાન હતા. જોકે નિવૃત્તિપ્રધાન શ્રામણી દીક્ષા લેવાને લીધે તેઓની વૃત્તિ પ્રશમરસાભિમુખ હતી, છતાં પૂર્વાશ્રમમાં વૈદિક વિદ્વાન તરીકેનો વિદ્યાગોષ્ઠીનો વ્યાયામ અને વિજયવૃત્તિના આંદોલનવાળા સ્પર્ધાશીલ સંપ્રદાયોના વાતાવરણને લીધે તેઓમાં વિજયેચ્છા પણ ઉદ્દભવેલી. જોકે અનિવાર્ય પ્રસંગ આવતાં તેઓ વાદના અખાડામાં ઊતર્યા પણ છે અને રાજસભામાં વિજય મેળવ્યો છે, તેમ જ તેવા વિજયના ઉલ્લાસમાં ખંડનમંડનાત્મક ગ્રંથો લખી તેમાં જૈન તત્ત્વજ્ઞાનના મૂળ સિદ્ધાંત સ્યાદ્વાદની જયપતાકા પણ ફરકાવી છે, છતાં તેઓની સહજ પ્રશમવૃત્તિ અને સૂક્ષ્મ દૃષ્ટિએ તેઓને વસ્તુસ્થિતિનું ભાન પણ કરાવ્યું હોય તેમ પણ લાગે છે. તેઓને એવો જાતિઅનુભવ થયેલો લાગે છે કે વાદોમાં વિજયેચ્છામૂલક વાદો, જેને વિતંડા કે જલ્પ કહીએ છીએ તે, ઉભય પક્ષને હાનિકારક છે, અને વાદકથા કરવાનું જેટલું સામર્થ્ય હોય અને તે કરવી જ હોય તો તે નિર્ણયની ઇચ્છાથી જ કરવી.
- વાદપ્રિય વિદ્વાનોના પરિહાસ દ્વારા વાદકથાની હેયતાનું જે સૂચન પોતાના પૂર્વજ અને શ્રદ્ધાસ્પદ આચાર્યે વાદદ્વત્રિશિકામાં કર્યું હતું તે જ સૂચનને અત્યંત સ્પષ્ટ શબ્દોમાં એક નાની કૃતિનું રૂપ આપી આચાર્ય હરિભદ્ર વાદપદ્ધતિ વિશે પોતાના વિચારો બતાવ્યા છે. આ આચાર્યે આઠ આઠ શ્લોક પ્રમાણ અષ્ટક એવાં બત્રીસ અષ્ટકોનો એક ગ્રંથ લખ્યો છે, જેમાં અનેક પ્રકીર્ણ વિષયો ઉપર ગંભીર અને સમભાવયુક્ત વિચારો પ્રકટ કર્યા છે. એમાં ૧૨મું અષ્ટક વાદ વિષય ઉપર છે, જેની અંદર વાદના શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ એવા ત્રણ ભેદ પાડેલા છે. જોકે આ ત્રણ નામો નવાં છે પણ તે અક્ષપાદની કથાપદ્ધતિના વિતંડા, જલ્પ અને વાદના અનુક્રમે સૂચક છે. આ અષ્ટકમાંના નામકરણ અને વર્ણનમાં વિશેષતા એ છે કે તે ઉપરથી વિદ્વત્સમાજની પરિસ્થિતિનું ચિત્ર માનસ સામે આબેહૂબ ખડું થાય છે. ત્રણે વાદનું સ્વરૂપ, પરિણામ અને હેયોપાદેયતા અષ્ટકમાં આ પ્રમાણે છે : (8) અત્યંત માની, કૂર ચિત્તવાળા, ધર્મદ્વિષી અને મૂઢ એવા પ્રતિવાદીની સાથે એક સાધુસ્વભાવવાળાનો જે વાદ તે શુષ્કવાદ. (૩) ભૌતિક લાભ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org