________________
૬૮ ૦ અનેકાન્ત ચિંતન
ખ્યાતિની ઇચ્છા રાખનાર દરિદ્ર અને અનુદાર ચિત્તવાળા પ્રતિવાદીની સાથે જે છળજાતિપ્રધાન વાદ તે વિવાદ. (જે પરલોકમાં માનનાર, કદાગ્રહ વિનાના અને સ્વશાસ્ત્રમાં તત્ત્વોને બરાબર જાણનાર એવા બુદ્ધિમાન પ્રતિવાદી સાથે જે વાદ તે ધર્મવાદ.
પરિણામ–() શુષ્કવાદમાં વિજય અને પરાજય એ બંનેનું પરિણામ અનિષ્ટ જ છે. જો પ્રતિવાદી સમર્થ હોઈ તેનાથી વાદીને પરાજય મળે તો પરાજિતને નીચું જોવું પડે અને તેને લીધે તેના આખા સંપ્રદાયની લોકો નિંદા કરે. જો પ્રતિવાદી પોતે જ હારે તો તે અલબત્ત અભિમાની અને દુષ્ટ સ્વભાવવાળો હોઈ જીતનારને કોઈ ને કોઈ ભયંકર આફતમાં નાખવાનો પ્રયત્ન કરે અગર તો પોતે જ પરાજયને લીધે થનાર નિંદાના ભયથી પ્રાણત્યાગ જેવું કાંઈક કરી બેસે. (g) વિવાદમાં પણ વિજય અને પરાજય બંને હાનિકારક છે. કારણ કે વિવાદ રાજસભા જેવાં પ્રસિદ્ધ સ્થળોમાં લાભ કે ખ્યાતિને અર્થે થતો હોવાથી જો તેમાં પરાજય થાય તો પ્રતિષ્ઠા જાય છે અને વિજય તો સત્યવાદીને તેવા છળ અને અસત્યપ્રધાન વાદમાં સત્યને માર્ગે મળવો કઠણ છે. કદાચ સત્ય માર્ગે વિજય મળ્યો તોયે તે વિજય ધાર્મિક વ્યક્તિને ન ગમે. કારણ, પોતાના વિજયમાં સામાનો પરાજય સમાયેલો છે અને સામાનો પરાજય એટલે તેની પ્રતિષ્ઠા અથવા આજીવિકાનો ઉચ્છેદ. આ રીતે પોતાના વિજયનું સામા ઉપર થતું અનિષ્ટ પરિણામ ધાર્મિક વાદીને તો અસહ્ય થઈ જ પડે છે. (0) ધર્મવાદમાં વિજય અને પરાજય બંને લાભદાયક હોય છે. જો વિજય થાય તો સામો પ્રતિવાદી યોગ્ય હોવાને લીધે વિજેતાનો ધર્મ સ્વીકારે છે અગર તેનો ગુણગ્રાહી બને છે. અને જો પરાજય થાય તો પરાજિત વાદી યોગ્ય હોવાને લીધે પોતાનો ભ્રમ સુધારી તત્ત્વજ્ઞાન મેળવે છે.
આ પ્રકારનું પરિણામ હોવાથી ધર્મવાદ જ ઉપાદેય છે અને બાકીના બે વાદો હેય છતાં ક્વચિત્ દેશકાલની દષ્ટિએ ઉપાદેય પણ છે. એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે હરિભદ્ર જે ત્રણ પ્રકારના વાદોનાં પરિણામોનું ચિત્ર આલેખ્યું છે તે ધર્મશીલ અને સત્યવાદી વિદ્વાનને અનુલક્ષી આલેખેલું છે.
તેઓ વિતંડાને શુષ્કવાદ એવું નામ આપી મિથ્યા બકવાદની કોટિમાં મૂકે છે. જલ્પને વિવાદ કહી તેમાં વૃથા કંઠશોષ સૂચવે છે અને વાદને ધર્મવાદ કહી તેની ઉપાદેયતા પ્રતિબોધે છે. સાથે જ આ બધો વિચાર તેઓએ તપસ્વી (ધર્મશીલ) વાદીને અનુલક્ષી કરેલો હોવાથી એમ સૂચવતા જણાય છે કે પહેલાંની લાંબા કાળથી ચાલતી અને જોશભેર વધતી વાદવિવાદની રુચિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org