________________
૭૦ · અનેકાન્ત ચિંતન હોવાથી તેઓ કેવા પ્રકારની યોગ્યતાવાળા હોવા જોઈએ અને તેઓનું સભ્ય તરીકે શું કર્તવ્ય છે તે બતાવ્યું છે. કોઈ પણ વાદકથા સભામાં જ ચાલે અને સભા તો નાયક વિના ન જ હોય તેથી તેમાં શક્તિવાળો સભાપતિ હોવો જોઈએ અને તેનું સભાપતિ તરીકે શું કર્તવ્ય છે એ પણ તેઓએ વર્ણવ્યું છે. આ રીતે વાદકથાનાં ચાર અંગો, તેઓનું સ્વરૂપ અને કર્તવ્ય એ બધું ખુલાસાવાર બતાવ્યા બાદ છેવટે વાદકથાની મર્યાદા પણ બતાવવામાં આવી છે. વાદો વિજય અને નિર્ણય બંનેની ઇચ્છાથી થાય છે અને એ બધાની કાલમર્યાદા સમાન ન જ હોઈ શકે તેટલા માટે વિવેકપૂર્વક દરેક જાતના વાદની જુદી જુદી કાલમર્યાદા નોંધી છે. આ રીતે જેમ આજકાલ સામાજિક અને રાજકીય વિષયોની નિયમબદ્ધ ચર્ચા થવા માટે સભાના નિયમઉપનિયમનું વર્ણન કરનારાં પશ્ચિમીય પુસ્તકો હોય છે તેમ ધાર્મિક પ્રદેશમાંથી સૂક્ષ્મરૂપમાં જન્મ પામેલી ચર્ચાપદ્ધતિનો વિકાસ થતાં થતાં તેનું વિકસિત રૂપ ભારતવર્ષમાં ક્યાં સુધી પહોંચ્યું હતું તેનો કાંઈક ખ્યાલ વાદી દેવસૂરિના ચતુરંગ વાદના વિસ્તૃત વર્ણનથી આવી શકે છે. વધારે વિગત માટે જુઓ પરિશિષ્ટ ૫, વિભાગ ૧.
વાદી દેવસૂરિ પછી આચાર્ય હેમચંદ્ર આવે છે. આ આચાર્ય સાહિત્યની તત્કાલીન બધી શાખાઓમાં નિર્ભયપણે સંચાર કરનારા હતા. તેથી જ તેઓએ એકલે હાથે ભારતીય સરસ્વતી મંદિરની અનેક શાખાઓને પોતાની કૃતિઓથી અજબ રીતે દીપાવી છે. તેઓની કૃતિઓ ન હોય તો ગુજરાતનું સંસ્કૃતવાય પોતાનું વિશિષ્ટ તેજસ્વીપણું ન જ બતાવી શકે અને જૈનોના ભંડાર તો એક રીતે સૂના જ દેખાય. રાજગુર, ધર્મપ્રસારક અને સાહિત્યપોષક એ બહુશ્રુત લેખકનો એક ન્યાયવિષયક ગ્રંથ પણ ઉપલબ્ધ છે, જેનું નામ પ્રમાણમીમાંસા છે.
અક્ષપાદ ગૌતમની પંચાધ્યાયી(ન્યાયસૂત્રોનાં જે બે અનુકરણો જોવામાં આવ્યાં છે તેમાંની એક દિગંબરાચાર્ય અમૃતચંદ્રની અને બીજી શ્વેતાંબરાચાર્ય હેમચંદ્રની પંચાધ્યાયી છે. આ બંને પંચાધ્યાયીઓ પૂર્ણ ઉપલબ્ધ નથી. અમૃતચંદ્રની પંચાધ્યાયી પદ્યમય છે અને તેમાં માત્ર સાંપ્રદાયિક તત્ત્વો છે;
જ્યારે હેમચંદ્રની પંચાધ્યાયીમાં સૂત્ર અને વ્યાખ્યાનો ક્રમ છે અને તેમાં પ્રમાણ, . મેય આદિ દાર્શનિક તત્ત્વો છે. તેથી તેનું નામ પ્રમાણમીમાંસા રાખેલું છે. આ પ્રમાણમીમાંસાનો દોઢ અધ્યાય એટલે ત્રણ આનિક પણ પૂરાં ઉપલબ્ધ નથી. છતાં સદ્ભાગ્ય એટલે કે ધર્માન્વોની ક્રૂરતા અને
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org