________________
મોગલાઈ રાજ્યમાં ગુજરાતી સાહિત્યનું ખેડાણ
ગુજરાતમાં મોગલાઈ રાયની પ્રતિષ્ઠાનાં ૧૩૫ વર્ષ (૧૫૭૨૧૭૦૭) સુધીમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં ત્રણ રત્નો પાક્યાં છે. (૧) જ્ઞાની ભક્તરત્ન તે અખો, (૨) કવિરત્ન તે પ્રેમાનંદ (૧૬૩૬-૧૭૩૪), (૩) કથાકારરત્ન તે સામળભટ (૧૬૪૦-૧૭૩૦). સત્તરમા સૈકામાં ગુજરાતમાં મોગલાઈ રાજ્ય સમયમાં પરદેશીઓ અમદાવાદમાં વ્યાપાર અર્થે આવી વસ્યા હતા. ઈ.સ.૧૬૧૩માં મી. ઓલ્ડવર્થ બત્રીસ વેપારીઓ સાથે આવી વસ્યો હતો. જહાંગીર બાદશાહની પરવાનગીથી સર ટોમસ રો ઈ.સ.૧૬૧૭માં આવ્યો હતો. વલંદાઓએ ઈ.સ.૧૬૧૮માં કોઠી નાખી હતી. જહાંગીર બાદશાહે હાલના સ્વામીનારાયણના મંદિરથી ૩૦૦ વાર દૂર ટંકશાળ સ્થાપી. આ પ્રમાણે પરદેશીઓની અવરજવરને લીધે, વેપારધંધાના ઉત્તેજનને લીધે, અને રાજ્યની આબાદીને લીધે અમદાવાદનાં પરાંઓમાં ઘણી વસ્તી જામી હતી. અમદાવાદ શહેરની નજીકના જેતલપુર ગામમાં આપણા જ્ઞાની ભક્ત અખાનો સોનીની નાતમાં જન્મ થયો હતો. અખો પોતાને કવિ સંજ્ઞા આપતો નથી, પરંતુ તેની પ્રસિદ્ધિ ‘અખા ભગત’ તરીકે થઈ છે. પરંતુ તે ખરી રીતે એકલો ‘ભગત’ જ ન હતો પરંતુ એક અનુભવી જ્ઞાની મહાપુરુષ હતો. તેથી આપણે તેને જ્ઞાની ભક્ત એવી વિશિષ્ટ સંજ્ઞા આપીએ છીએ. તેનામાં તત્ત્વજ્ઞાન અને ભક્તિ બેનું સંમિશ્રણ છતાં તેના ચિત્તનો રંગ કેવળ તત્ત્વજ્ઞાનને દર્શાવનાર ધોળો ન હતો. તેમ કેવળ ભક્તિને દર્શાવનાર લાલ ન હતો, પરંતુ તેનો રંગ ‘ભગવો’ અથવા કાષાય હતો.
અખો
અખાના જીવન સંબંધી મળી આવેલી માહિત
જેતલપુરથી તે અમદાવાદ આવી વસ્યો હતો. તેનું રહેવાનું ઘર અમદાવાદમાં ખાડીઆમાં દેસાઈની પોળમાં રા, બા રણછોડલાલ છોટાલાલ અથવા હાલના સર ચિનુભાઈના મકાનની પાસેના કૂવાવાળા ખાંચામાં હતું, અને જે ઓરડામાં તે નિવાસ કરી રહ્યો હતો, તેને અદ્યાપિ ‘અખાનો ઓરડો' કહે છે.
અખાના ક્ષરદેહના વંશજો પૈકી હાલ વિદ્યમાન લલ્લુભાઈ ધોળીદાસ પોતાની પેઢી નીચે પ્રમાણે અખા સાથે જોડી બતાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org