________________
અખો
તુરીયાતીત “જીવેશ્વર કહેવા નવ રહ્યો, ત્યારે અપંચીકૃત પારે ગયો' કૈવલ્યમોક્ષ એ પ્રપંચી કીધો સમાળ, સદા નિરંતર છે તે સાવ.
(ચોપાઈ-૮૦)
ટિપ્પણી-આ અવસ્થામાં જીવ-ઈશ્વરભેદનો અંશમાત્ર પણ રહેતો નથી. પિંડ-બ્રહ્માંડનો લય યોગવડે જે અભેદ અનુભવ સિદ્ધ કરી આ છેલ્લા મોક્ષને જીવતી અવસ્થામાં સિદ્ધ કરી શકે તેનું વર્ણન ‘પંચીકરણના” અંતમાં અખો કરે છે ઃ
વેદતણાં વચનો છે એહ, નિઃસંદેહ થાય સમજે તેહ, જીવન્મુક્ત તે તેનું નામ, જેણે સંભાળ્યું મૂળગું ધામ. નહિ અવતરીઆ સરખો તેહ, જેણે એમ ન સંભાળી દેહ, મુક્તિબંધનું નહિ અભિમાન, જ્યાં જ્ઞાતા નહિ જ્ઞેય ને જ્ઞાન. ત્રિપુટીરહિત તે છે જ અવાચ્ય “તત્ત્વમસિ” પદ શોધ્યું સાચ્ચ. શાસ્ત્રારથ તેણે પામ્યું શાન, આત્માનુભવ હતું વિજ્ઞાન. મહાપદમાં કહ્યું કે એ દ્વૈત, તે સમજ્યાથી થયું. અદ્વૈત અબ્રહ્મ તે શબ્દજ વિના, એ સમજે અખા વેત્તા આપના. (નોટ-પંચીકરણ સાથે ગુરુશિષ્ય સંવાદનો ભૂતભેદખંડ વાંચવો) (૨) ચિત્તવિચારસંવાદ
૩૧
આ પ્રકરણ પિતા-પુત્રસંવાદરૂપે પણ ગણાય છે. તેમાં ચિત્ત એ પિતા છે. અને વિચાર એ પુત્ર છે. વિચાર વડે ચિત્ત પ્રબુદ્ધ થાય છે અને પોતાના શુદ્ધ ચિન્મયસ્વરૂપને ઓળખતું થાય છે. વેદાન્તશાસ્ત્રની આત્મપ્રબોધની પ્રક્રિયાવડે વિચા૨ (પુત્ર). ચિત્ત (પિતાને) સમજણ આપે છે, અને ચિત્ત છેવટે કહે છે કે :
મારો મુજમાં હવો સમાસ, તુજદ્વારા હવે હવો પ્રકાશઃ હવે રહી નહિ પૂછવા વાત, જેમ છે તેમજ છે સાક્ષાત્ જ્યાં જેવો ત્યાં તેવો હું, એમ જ સરખા હું ને તું, અહંબ્રહ્મ તે સ્વે સાક્ષાત્. સ્વે સ્વેમાં છે સઘળી વાત. તે માટે સુણ ચિત્ત વિચાર, તેને હોયે ભવસંસાર, દમાય નહિ તે દેહને વિષે, કહે અખો એમ સમજો સુખે.
Jain Education International
For Personal & Private Use Only
૪૧૧
૪૧૨
૪૧૩
www.jainelibrary.org