Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 75
________________ ૬૬ અખો તેવી દેખાડી શકતી જ નથી. આપણા અંતઃકરણને અવિઘાદોષ અંધારી આપે છે. અને રાગદ્વેષ ખોટા રંગમાં વસ્તુને દેખાડે છે. અવિદ્યાવડે જે અંતઃકરણની સ્થિતિ થાય તેનું નામ “અદેષ્ટતત્ત્વ”. અખો કહે છે કે = અદૃષ્ટિતત્ત્વ વડે શૂન્યનો સ્વીકાર જ્યારે પ્રકટ્યું અદૃષ્ટિતત્ત્વ, શૂન્ય કેરૂં કહીએ તે સત્ત્વ (ગુ શિ સંવાદ ચોથો ખંડ ૪૨) દૃષ્ટિ અદૃષ્ટિતત્ત્વ વડે અનુભવાતા દ્રવ્યદ્વૈત, ભાવદ્યુત, ક્રિયાક્રેત રાગ દ્વેષથી હણાયેલું અંતઃકરણ જે અનુભવ મેળવે તે લક્ષાલક્ષ અથવા પક્ષાપક્ષવાળો હોય છે. આ લક્ષ્યાલક્ષ્મવાળું અથવા પક્ષાપક્ષવાળું ચિત્ત જો કે જ્ઞાન મેળવે છે, પરંતુ તે અપૂર્ણ અને ખંડવાળું જ્ઞાન હોય છે. તાર્કિકોનું સઘળું જ્ઞાન આ વર્ગમાં પડે છે. આ જ્ઞાન ભેદ-અભેદને વળગે છે. કાર્યકારણના વાદમાં જકડાય છે અને જ્ઞાન મેળવનાર તત્ત્વને બાજુ ઉપર મૂકી જ્ઞેયનેજ સત્ય માની વ્યવહાર કરે છે. આ પ્રકારનું લક્ષ્યાલક્ષ્મવાળું, પક્ષાપક્ષવાળું, ભેદાભેદવાળું જ્ઞાન “ષ્ટિ-અદૃષ્ટિતત્ત્વ' કહેવાય છે. તે વડે એક અદ્ભુતબ્રહ્મ ઉપર ત્રણ પ્રકારના દ્વૈતના આરોપો ઊભા થાય છે. એક સચ્ચિદાનંદ અદ્વિતીય બ્રહ્મતત્ત્વને સ્થાને પંચભૂતો તેનાં ચૌદ લોકવાળાં ભોગ્યસ્થાનો તે તે લોકમાં ભોગ ભોગવનાર મનુષ્ય, દેવ, પક્ષી અનેક ભોક્તાઓ વગેરે દ્રવ્ય દ્વૈત ઊભું કરવામાં આવે છે. આ પંચભૂતો, તેના કાર્યરૂપ, ભોગ્ય લોકો અને તેના અનેક ભોક્તાઓ રૂપી દ્રવ્યદ્વૈત ઊભું થયું તેના ઉપર ભાદ્વૈત ઘડાય છે. દરેક પિંડના જુદા જુદા રંગો, અકારણ રાગદ્વેષો ભાવદ્વૈતનાં એટલે ચિત્તના ધર્માધર્મ; જ્ઞાનઅજ્ઞાન વૈરાગ્ય-અવૈરાગ્ય, ઐશ્ચર્ય-અનૈશ્ચર્ય એવા આઠ ભાવોના ભેદ વડે એક તરફ ધર્મ જ્ઞાન વૈરાગ્યની પરાકાષ્ઠાવાળા બ્રહ્મદેવની અને બીજી તરફ અધર્મ અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્યની પરાકાષ્ઠાવાળા ક્ષુદ્ર જંતુની ભેદભાવના ઊભી થાય છે; અને ભેદભાવનામાં ફસાયેલાં પ્રાણીઓ ભાવદ્યુતથી હણાયેલાં તત્ત્વજ્ઞાન મેળવી શકતાં નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82