________________
૬૮
અખો અથવા “સૂઝ” પછી જીવન્મુક્તને “અણલિંગી” અવસ્થા પ્રકટે છે. (જુઓ છપ્પા-સૂઝઅંગ ૧૨૧-૧૨૪ ગુરુ. શિ. સંવાદ ત્રીજો ખંડ ૩૨-૩૩.)
લિંગભેદ અને અણલિંગીપદનું વર્ણન અખાની “સૂઝવડે જે અણલિંગી પદ પ્રાપ્ત થાય છે એ પરિભાષા કંઈક ખાસ સમજવા જેવી છે. જે વડે કોઈ પણ પ્રાણી પદાર્થની ફૂટ થાય અથવા જૂદા રૂપમાં ઊગી નીકળે અથવા જન્મે* તેનું નામ “લિંગ”. જેમાં કાર્ય સૂક્ષ્મભાવે ઉત્પત્તિ પૂર્વે રહે છે, જેમાં કાર્ય પ્રકટ થાય છે અને જેમાં તે કાર્ય શમે છે અને જે વડે પરમેશ્વરની લક્ષણા થાય છે તેનું નામ “લિંગ”. “લિંગો” કારક હોય, એટલે ઉપાદાન કારણરૂપે હોય, અને જ્ઞાપક પણ હોય. અચેતન લિંગો કારક છે. ચેતનલિંગ જ્ઞાપક ગણાય છે. વેદાન્તશાસ્ત્રનાં લિંગો અને શેવાગમોના લિંગોનું વર્ગીકરણ,
તેની શક્તિઓ, તેનાં અંગસ્થળોનું પ્રતિપાદન આ પરમેશ્વરનું લક્ષક “લિંગ” ચાર રૂપો ધારણ કરે છે અને તેમાંથી જે ફુટ અથવા પરિણામ થાય છે તેને “હ” અથવા “અંગસ્થલ” કહે છે. લિંગ એ કારણ, ત્યારે દેહ તે કાર્યનું લિંગ તે કાર્ય કરનાર સામર્થ્ય અથવા વીર્ય અથવા બલ, ત્યારે “અગસ્થલ” અથવા યોનિ તે કાર્યનું પ્રકટ થવા અધિકરણ. આ મૂલ પરિભાષા શૈવ આગમની છે. અને તેનો સ્વીકાર સાંખ્યયોગમાં, અને વૈદિક અને પૌરાણિક ધર્મમાં નામાંતરે અને રૂપાંતર થયો છે. વેદાન્તશાસ્ત્રમાં એમ માનવામાં આવે છે કે આ લિંગના ચાર પ્રકાર છે :- (૧) મહાચૈતન્ય અથવા પરબ્રહ્મરૂપ વસ્તુ તે મહાકરણલિંગઃ તેની શક્તિનું નામ સહજા અથવા
(योगशिखोपनिषद्)
सूक्ष्मत्वात्कारणत्वाच्चलयनाद् गमनादपि । लक्षणात्परमेशस्य लिंगमित्यभिधीयते ॥ लिंगशब्देन विद्वांसः सृष्टिसंहारकारणम् । लयादागमनाच्चहुदुर्भावानां पदमव्ययम् ।।
(તંત્રી
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org