Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 80
________________ અખો ૭૧ પચ્ચીશ તત્ત્વપર્યંતનાં અણુઓથી ઘડાએલું વીર્યવાળું જ્યાં સુધી કારણ (જ્ઞાનલિંગ સૂક્ષ્મભોગલિંગ) અને સ્થૂળલિંગ (ભોગલિંગ) વિદ્યમાન હોય ત્યાં સુધી સચેતનભાવવાળું જીવન, ઇન્દ્રિયોની ચેષ્ટાવાળું જીવન, અને સ્થૂળ વિષયોને ભોગવનારું જીવન પ્રગટ થયા વિના રહેતું નથી. આ પુનઃ પુનઃ નવી ફુટ કરાવનાર ખરી રીતે આ લિંગોનો સદ્ભાવ અને તેની શક્તિઓ છે. આ સર્વ લિંગો છેવટના અલિંગ અથવા અણુલિંગી મહાવિષ્ણુમાં પોતાની ચેતના, વાસના, અને વિષયભાવનાવાળી ત્રણ પ્રકારની શક્તિસહિત જ્યાં સુધી શમે નહિ ત્યાં સુધી જન્મમરણની પ્રેત્યભાવની એટલે મરીને ફરી ઉત્પન્ન થવાની પરંપરા અટકી શકે જ નહિ. ચોથા અણુલિંગી મહાકારણપદમાં જેઓ મહાઅનુભવબલથી આવી શમે તેમનાં ત્રણ પ્રકારનાં લિંગો ત્રણ પ્રકારની શક્તિઓ અને ત્રણ પ્રકારનાં અંગસ્થળો શમે છે. અને આ સ્થિતિ પ્રકટ થવી તેને “મહાવિદેહા” અથવા મહામુક્તની સ્થિતિ કહે છે. મહામુક્ત પુરુષનું શરી૨ મહાવિષ્ણુનું જ્ઞાપકલિંગ છે. તેની ઉપાસનાથી સાધક અનુક્રમે ભોગલિંગ, યોગલિંગ, જ્ઞાનલિંગ, અને મોક્ષલિંગનાં ફળો મેળવી શકે છે. મહાવિદેહા શક્તિવાળો મહામુક્ત પુરુષ અખાના અભિપ્રાય પ્રમાણે પારસમણિ જેવો છે. “જેમ પારસ તેમ જ્ઞાતા જન, મૂળમાં તે મૂકાવે ચિહ્ન, જીવ ટાળીને સ્વે શિવ કરે, તજજ્ઞ પુરુષ મહાતમ ધરે. જે કરે આપ સરખો તાત, એ બ્રહ્મવેત્તાની મોટી વાત, તે માટે કરવો સત્સંગ, તો સમજીએ વસ્તુ પ્રસંગ.” (ગુશિ સંવાદ ત્રીજો ખંડ (૬૭-૬૮) સમજતાં શ્રીપતિ સ્વે થાય, અખા એ કૈવલ્યકંદ રે, આ તું પૂરણ પુરષોત્તમ પરબ્રહ્મ, દેખું છું હાજર હજુર રે. સત્તરમા સૈકાના સોની જેવી સંસારી લોલુપતાવાળી નાતમાં અવતરેલા સામાન્ય કેળવણીવાળા, સંસ્કૃત વગેરે વિદ્યાના પાંડિત્ય વિનાના એક Jain Education International (કૈવલ્યગીતા ૨૪) For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82