Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 76
________________ અખો દ્રવ્યદ્વૈત ઉપર ભાવäત ઊભું થયા પછી ક્રિયાäત ઊભું થાય છે. પ્રત્યેક પિંડના જુદા ભાવો હોવાથી અને જુદી વાસનાઓ હોવાથી તેની ક્રિયા નિયમ કરી જુદી પડે છે. અને તેથી ક્રિયાએ કરીને સર્વ પ્રાણી પદાર્થો વસ્તુતઃ જુદા છે એવું માની લેવામાં આવે છે. દ્રવ્યત, ભાવકૅત, અને ક્રિયાતને વળગનારી જીવની સમજણ તે લક્ષાલક્ષવાળી, પક્ષાપક્ષવાળી, દષ્ટિઅદૃષ્ટિ તત્ત્વવાળી ગણાય છે. તેવી દષ્ટિ વ્યવહાર સાધે છે, પણ પરમાર્થ જોઈ શકતી નથી. તેવી દષ્ટિ આધાર ચૈતન્યને જોતી જ નથી. જે ચૈતન્ય ઉપર આ ત્રણ દ્વૈતના ઘાટ ઘડાયા છે, તે પીઠ ઉપર આ ત્રણ પ્રકારના નાટકના રંગો છે, એ સ્મૃતિ જતી રહે છે. આ ત્રણ પ્રકારના દ્વૈતના રંગો આ જમાનાના “સીનેમાના” ખેલો જેવા છે અને અખાના ગામડે ગામડે આળા ચામડામાં દીવાની મદદથી દેખાડાતા ચામખેડાના ખેલો જેવા છે. (જુઓ ચિત્તવિચારસંવાદ ૨૭૧-૨૭૮ છપ્પાના વિશ્વરૂપઅંગ ૧૫૦-૧૫૩, ચામખેડાના ખેલ સંબંધમાં) દષ્ટિતત્ત્વવડે વસ્તુશાન અથવા સાચું તત્ત્વજ્ઞાન વૈરાગ્યના પ્રભાવથી જ્યારે ચિત્તને અવિદ્યાની અંધારી, અને રાગદ્વેષના રંગવાળાં ચશમાં દૂર થાય છે ત્યારે અનુભવીને “દૃષ્ટિતત્ત્વ” ઊઘડે છે. આ સંબંધમાં અખો કહે છે કે : “દષ્ટિdવ પ્રકયું જ્યાં જ્ઞાન, ત્યારે ટળયું પ્રકૃતિનુ માન, દષ્ટિતત્ત્વ તે એનું નામ, જે દેખીએ દષ્ટ ધામ.” આ દેષ્ટિતત્ત્વ વસ્તુને વળગે છે ત્યારે અદિતત્ત્વ શૂન્યને વળગે છે. જ્યારે પ્રકટ્ય અદૃષ્ટિતત્ત્વ, શૂન્ય કેરૂં કહીએ સત્ત્વ, પરાત્પર પરબ્રહ્મ ચૈતન્ય જેહ, વસ્તુ નામ ત્યાં કહીએ તેહ. વસ્તુતા પ્રકટે જે અંગ, ત્રણ દ્વૈતનો તેને થાયે ભંગ, પાપે વસ્તુ નો છે સ્વભાવ, ટળે કૈ તને આપે થાય. આ “મોટાનો અનુભવ મહા, તે નહિ છીલર/ક્ષુદ્રને સાધ્ય”. આ દષ્ટિતત્ત્વ વડે મહા અનુભવ અથવા બ્રહ્માત્મક્ય વસ્તુનું ભાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82