________________
અખો
(૧) શુષ્કજ્ઞાની, (૨) જ્ઞાન દગ્ધ, (૩) વિતંડાશાની, (૪) ખલજ્ઞાની, (૫) નિંદક જ્ઞાની, (૬) ભ્રમજ્ઞાની, (૭) ઠજ્ઞાની, (૮) શઠજ્ઞાની, (૯) શૂન્યવાદી, (૧૦) શુદ્ધજ્ઞાની.
૬૪
મહામુક્ત દવિધિ જ્ઞાનીઓ પૈકી દસમો શુદ્ધ જ્ઞાની છે જુઓ છપ્પા દવિધ જ્ઞાની અંગ. જુઓ જ્ઞાનદગ્ધ અંગ
પરંતુ આ મુક્ત લક્ષણની સિદ્ધિ થવામાં અખો ભક્તિ સાથે જ્ઞાન અને વૈરાગ્ય બેની ખાસ જરૂર માને છે. તેમાં પણ વૈરાગ્ય ઉપર તે વધારે ભાર મૂકે છે. વૈરાગ્ય હશે તો તત્ત્વજ્ઞાન તણાતું આવશે, વૈરાગ્ય વિના તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થતું જ નથી અને કદાચ થાય તો કાચા ઘડામાં પાણી સરી જાય તેમ તે સરી જાય છે. જ્ઞાનની નિષ્ઠા વૈરાગ્ય વિના બંધાતી નથી.
નવ પ્રકારના જ્ઞાનીઓ જ્યારે દસમાને ઘેર જાય ત્યારે સૂઝ આવે “દસ પ્રકારના જ્ઞાનીઓ લખ્યા પણ નવે તે દસમા વિણ મિથ્યા, નવેનો લક્ષ્ય ત્યારે શુદ્ધ થાય, જ્યારે અનુભવ દસમો ઘેર જાય’ આવા શુદ્ધ જ્ઞાનીઓનાં ટોળાં હોતાં નથી. તેઓ વિરલ હોય છે વૈરાગ્યનાં બે રૂપો :- ૧. જ્ઞાનનિર્વેદ, ૨. વસ્તુવૈરાગ્ય.
“જ્ઞાનીનાં ન હોય ટોળાં ટોળ, મુક્તા ન હોય સર્વ ગજ કપોલ. શબ્દવેધી જોધા કોઈ તંત, શંખ સકળ હોય દક્ષિણાવંત બહુમાં નિપજે કોઈ એકજન, બાકી અખા રમાડે મન” (છપ્પા ૩૬૨)
જગતના ભેદવાળા પ્રાણી પદાર્થો પ્રતિ આપણને વૈરાગ્યબુદ્ધિ બે રીતે સામાન્ય દૃષ્ટિથી ઉત્પન્ન થતી જણાય છે. કાંતો દુઃખના અનુભવથી આપણને નિર્વેદ થાય, અથવા વિષયોના દોષોના ભાન વડે નિર્વેદ થાય. દુઃખથી ઉત્પન્ન થનારો વૈરાગ્ય બીજા વિષયો મળી આવતાં અને દેશકાલ અને વસ્તુની સ્થિતિ બદલાતાં અળપાઈ જાય છે અથવા જગત તરફ તે દ્વેષબુદ્ધિ ઉત્પન્ન કરે છે. અખો આ વૈરાગ્યને નિરુપયોગી માને છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org