Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 71
________________ અખો શાંકરમતનું તાત્પર્ય સૃષ્ટિવાદમાં અથવા કાર્યકારણવાદમાં નથી, પરંતુ બ્રહ્માત્મક્યની સમજણમાં છે શાંકરસિદ્ધાંતને અનુસાર વેદાન્તનું તાત્પર્ય જગતની કારણ પ્રક્રિયા પરમેશ્વરકારણથી છે. એવું સાબિત કરવામાં આવતું નથી, પરંતુ કાર્યને કારણવિના નથી, અને તેથી જે છેલ્લું કારણ છે તે પરમસત્ય છે, એ સાબિત કરવામાં છે. જેમ એક આગિયો સૂર્યના મહિમાને જોઈ મોહ પામે અને પોતાની તુચ્છતા માન્યા કરે અને જેમ સૂર્ય પોતાના મહિમાનું ભાન કરી આગિયાની તુચ્છતા પ્રતિ ઉપહાસ કરે તો તે આગિયો અને સૂર્ય બંને મોહનિદ્રામાં છે. એકનો મોહ બીજાની મોટાઈ પ્રતિ ભાર મૂકવાથી થયો છે. બીજાનો મોહ સામાની નાનમ પ્રતિ ભાર મૂકવાથી થયો છે. પરંતુ આ મોટમ નાનમ બંને મોહજન્ય છે, અને સાચું બળ બંનેનું તેની સ્કુરણા પામવાની શક્તિમાં છે. તે ફુરણ પામવાની અંતર્યામી શક્તિ વડે જ બંને નાનામોટા ગણાય છે. જીવ-ઈશ્વર ભેદ વ્યાવહારિક ખરા છે, પરંતુ એમાં અધિકરણ એક પરબ્રહ્મ ચેતન પરમ સત્ય છે આથી ખરો મહિમા આગિયા અને સૂર્યનો તેની સ્વંતત્ર ફુટતામાં છે, નાના મોટા પ્રકાશમાં નથી, આ દૃષ્ટાન્તની પેઠે જીવ ઈશ્વરનો ભ્રમ છે. જે અભિમાનીનો આ ભ્રમ દૂર થયો છે તે “મહામુક્ત” તેને અખો તજ્જ્ઞ, સ્થિતપ્રજ્ઞ, વિદેહી-ગુરુ ગોવિંદ -એવાં અનેક નામથી પ્રબોધે છે. આ સમજણ અથવા “સૂત્ર”વાળો મહામુક્ત પુરુષ જીવભાવ અને ઈશ્વરભાવથી પર છે. તેવા પુરુષના ઐહિક જીવન સંબંધમાં કોઈ પણ પ્રકારની લોકમર્યાદા અથવા શાસ્ત્રમર્યાદા મૂકી શકાય તેમ નથી. તે સમજનાર “મહામુક્ત” તત્ત્વજ્ઞ-સ્થિતપ્રજ્ઞા અખાના અભિપ્રાય પ્રમાણે આ “તત્ત્વદર્શી મહાપુરુષ” (ગુ. શિ. સં. ત્રીજો ખંડ ૭૦-૭૮) ગમે તે પ્રકારની જીવનની ભૂમિકામાં હોઈ શકે છે. તેવા મહાપુરુષ શુક જેવા યોગી હોય, કૃષ્ણ જેવા ભોગી હોય, રામ જેવા શત્રુનો નાશ કરવાના વ્રતવાળા સદેહી (દેહાભિમાનવાળા) રાજર્ષિ હોય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82