Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 72
________________ ૬૩ અખો જનક જેવા રાજધર્મનું પાલન કરનાર વિદેહી (દહાભિમાન વિનાના) રાજર્ષિ પણ હોય, અને સંસારયજ્ઞમાં ચોક્કસપણે કામ કરનાર વસિષ્ઠ જેવા કર્મઠ પણ હોય. મહાપુરુષના આ પાંચ પ્રકાર : તે યોગી, ભોગી, સદેહી, વિદેહી, કર્મઠ પૈકી ગમે તે ભૂમિકામાં જીવન ગાળનાર હોય યોગી, ભોગી, સદેહી, વિદેહી, અને "કર્મઠ છતાં તેની ઓળખ કરવાનાં ત્રીસ લક્ષણો છે. આ ત્રીસ લક્ષણો અમુક મુક્ત મહાપુરુષ છે કે બદ્ધજીવ છે તે ઓળખી શકાય છે. આ ત્રીસ લક્ષણોનું વર્ણન અખો નીચે પ્રમાણે કરે છે : (ગુરુ શિ. સંવાદ ત્રીજો ખંડ ૯૮-૧૧૧) મહામુક્તને ઓળખવાનાં અસાધારણ ત્રીસ લક્ષણો “સત્ય ભાષણ, ક્ષમા, અદ્રોહ, “આત્મભાવ, કરુણા, ધીરત્વ, બાહ્યસૃષ્ટિમાં સમભાવ, ‘બાહ્ય આભ્યાંતર પવિત્રતા, “હૃદયનું કોમળપણું, ૧૯અન્યને તારવાનો વેગ, 11નિષ્કિચનતાની સમજણ, બ્રહ્મચર્ય, સત્ય વૈરાગ્ય તત્ત્વવિભાગની શક્તિ અથવા વિવેકજ્ઞાન, "હરિશરણતા, ૧૬ અંત:કરણની શુદ્ધિ અથવા શીતલતા, ૧૭મતીઆપણું અથવા મતાંધતાનો અભાવ, “અદીનત્વ, ૧૯પરમ ગાંભીર્ય, ચાતુર્ય, ૨ ખડૂમિથી ન દબાવાપણું, નિરભિમાનિત્વ સર્વાત્મદષ્ટિ, સર્વદાન કરવાની વૃત્તિ (કલ્પદ્રુમતા), આર્તવ્રાણ, “મૈત્રી, નિષ્કામ ભગવદ્ભક્તિ, બાહ્યસંગી અંતઃ અસંગી, સમદર્શિત્વ, યથા પ્રારબ્ધ જીવના ઘરમાં અથવા વનમાં જવાની મિથ્યા લોલુપતા નહિ. આ ત્રીસ લક્ષણો મહામુક્તનાં સિદ્ધ ચિહ્નો છે અને મુમુક્ષઓનાં સાધનો છે. શુદ્ધજ્ઞાની જ મહામુક્ત હોઈ શકે. તેને ઓળખવા સારું સાધ્ય કરવાયોગ્ય ગુણો છે. શુદ્ધજ્ઞાની જ મહામુક્ત હોઈ શકે તેને ઓળખવા સારુ અખો દસ પ્રકારના જ્ઞાનીઓ ગણાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82