Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 69
________________ ૬૦ અખો ભૂતભેદ ચૈતન્યની લહેરો છે ભૂતભેદ કહો સારોદ્ધાર પાંચને ચેતન આધાર, ચેતનની લહેરો મહાભૂત, લહેરોનું પ્રતિબિંબ અદ્દભૂત. ભૂત ઉપજે વરતે શમે, કોઈ કાળે મહાભૂત આથમે, ચેતન સાગર જેમ છે તેમ, એકે કંઇ નહિ ગુણ કર્મ. (ગુરુ. શિ. સંવાદ, ૪૪-૪૫) આ પ્રમાણએ પંચભૂત અને તેના પરિણામરૂપ જગત બ્રહ્મચૈતન્યરસની લહેરો છે. તે કંઈ ભિન્ન નવાં તત્ત્વો નથી. આ લહેરો સાગરના ભીતર સત્ત્વબલથી અને બહારના આકર્ષણ બલથી જેમ ઊપજે છે તેમ ચૈિતન્યશક્તિની માયાશક્તિવડે પ્રકૃતિશક્તિ જાગતાં ભૂતભેદની લહેરો થાય છે. ભૂત લહેરોનું પૃથક્કરણ, અખાએ “પંચીકરણમાં” સ્પષ્ટતાથી કર્યું છે. અને તે બાબત આપણે પ્રથમ અખાના “ક્ષરાક્ષર જીવનના” પ્રસંગમાં વિચારી ગયા છીએ, તેનું આ સ્થાને અનુસંધાન કરવું જોઈએ. અને તે માયા શક્તિના અભાવતી ઉત્પન્ન થયેલા ચૈતન્ય આભાસો જેને જીવ નામ આપવામાં આવે છે - તેના બળથી ભૂતભેદની લહેરો ભોગ-મોક્ષ સધાવે છે. અખો કહે છે કે, આ ઊંડી સમજણથી જગત ભેદ શમે છે એટલું જ નહિ, પણ જીવભેદ પણ શમે છે - ચિત્તભેદ પણ ચિહ્ની લહેરો છે તું તો ચિત્ત ! ચિનિ છે લહરે, ચિત્ર સાથે કંઈ નથી વેર, જ્યારે સુરત ચાલી તુંજ બહાર, ત્યારે તું કેવળ સંસાર. તે જ સુરત જો પાછી શમે, આવી વસ્તુ પરાણે નમે, તું વિલાસ પ્રભુચેતનતણો, કાં તું રાખે ભાર આપણો. (ચિત્તવિચારસંવાદ ૯૧-૯૨) વેદાન્તના ઈશ્વરવાદમાં અને બીજામતના ઈશ્વરવાદમાં ભેદ આથી સ્પષ્ટ થાય છે. પરમેશ્વરનું મહાચેતન એક બાજુએ માયાદ્વારથી પંચભૂતભેદવાળું જગતના તરંગો ઊભા કરે છે ત્યાંથી બીજી બાજુએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82