________________
૫૮
અખો
“નર નારાયણ એક વર્તે, વંદનીય તે નર સદા, દુસ્તર તારક નાવ હરિજન, નિઃકારણમાંહે મુદા. કહે, અખો સુખે હોય, યોગક્ષેમ મહંતને,
દેહધારી સરખા દીસે, પણ રહે પદ અનંતને. અખેગીતાની “મોક્ષદાયિની બ્રહ્મવિદ્યા”ની કૂંચી અખાએ હરિ ગુસંતના હાથમાં સોંપી છે. અને તેનો ટકોર તે પ્રત્યેક કડવાના અંતમાં ઘંટનાદ જેવો કરે છે.
..............તો સેવો હરિગુરુ સંતને. અખેગીતાની “મોક્ષદાયિની બ્રહ્મવિદ્યા”ની ત્રિજો રી તેની “અદ્વૈતનિષ્ઠા” તેનું વર્ણન કડવા ૩૬માં છે તેમાં આવી સમાયેલી છે, ત્યારે તેની કૂંચી “હરિગુરુસંત”ની સેવામાં છે.
“એ ગીતા તે દ્વૈત સમાવેજી વાગજાલ વાગે ત્યારે લક્ષ્ય આવેજી.” આથી દ્વતશમનમાં અખેગીતાનું રહસ્ય છે. અત્ર સ્વાભાવિક પ્રશ્ન થશે કે વૈત અથવા જગતભેદ, જીવભેદ જે આપણા અનુભવમાં આવે છે તેનું શમન શી રીતે થાય?
આ દૈત અથવા ભેદનું સ્વરૂપ અને તેને શમાવવાના પ્રકારો અખાએ વધારે સ્પષ્ટતાથી તેના ચિત્તવિચારસંવાદ અને ગુરુશિષ્યસંવાદમાં આપ્યા છે. પ્રથમ ગ્રંથમાં ઘણે ભાગે દૃષ્ટિસૃષ્ટિવાદનો સ્વીકાર કર્યો છે, અને બીજામાં સૃષ્ટિદષ્ટિવાદનો સ્વીકાર કર્યો છે. બંને પ્રક્રિયામાં સચ્ચિદાનંદ બ્રહ્મતત્ત્વજ પરમાર્થ સત્ય છે એ દેખાતો સંસાર તેની સરખામણીમાં ખોટો જો કે વ્યવહાર સાધનાર સત્ય છે. દષ્ટિસૃષ્ટિના વાદમાં આપણા અનુભવમાં આવતું જગત આપણા ચિત્તે અનાદિકાલની નામરૂપની મિથ્યા વાસનાથી ઊભું કરેલું છે, અને તે સચ્ચિદાનંદ બ્રહ્મનામના અધિષ્ઠાનને સમજવાથી શમે છે. એવું પ્રતિપાદન છે. દ્વતની દૃષ્ટિથી જગતની સૃષ્ટિ, અને દ્વતની દષ્ટિ પલટાઈ જાય તો બ્રહ્મદર્શન એ પહેલા વાદનું તાત્પર્ય છે. બીજા વાદમાં માત્ર જીવની દૃષ્ટિ ઉપર જ સૃષ્ટિનો આધાર નહિ માનતાં વ્યવહાર સત્તાવાળું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org