________________
૫૯
અખો જગત પરમેશ્વરની ઇચ્છા અથવા સંકલ્પબલથી ઉત્પન્ન થયું છે. તે સઘળા જીવોનું સમાન વ્યવહારનું સાધન છે. તે “સિદ્ધ અથવા ભૂત” સૃષ્ટિ ઉપર જીવો અનેક પ્રકારની સાધ્ય અથવા ભાવની દષ્ટિઓ ઊભી કરે છે. જેમ એક સ્ત્રી જાતિનું શરીર પાંચ ભૌતિક ઉત્પન્ન થાય તે ઈશ્વરની સૃષ્ટિ, તેના ઉપર માતપિતાની વાત્સલ્યભાવની દૃષ્ટિ, પતિની દાંપત્ય ભાવની દૃષ્ટિ, પુત્રોની માતૃભાવની દષ્ટિ, જારની ભોગ્યભાવની દષ્ટિ, એવી અનેક દૃષ્ટિ ઊભી થાય છે.
આ પ્રત્યેક પરમેશ્વરના સૃષ્ટપદાર્થ ઉપર જીવોની ભિન્ન દૃષ્ટિથી ઉત્પન્ન થયેલું વૈત તે માત્ર દસત્ય છે એટલે દેખાવમાત્ર સત્ય છે. તે સિદ્ધ સત્ય નથી. અખો કહે છે કે દૈતશમનની પહેલી પ્રક્રિયા મહાભૂત અને તેના વિકારોનું સાચાપણું અને જીવોએ ઊભી કરેલી સૃષ્ટિનું ખોટાપણું સમજવુંએ પાયા ઉપર રચાયેલી છે. આ પ્રક્રિયાને અખો પંચભૂતભેદ કહે છે, અને તેનું પ્રતિપાદન તેણે “ગુરુ-શિષ્ય સંવાદ”ના પહેલા ખંડમાં તથા “પંચીકરણ”માં કર્યું છે. ' પરંતુ આ પંચભૂતની પરમેશ્વરથી સરજાયેલી સૃષ્ટિ તે જો કે જીવોની દૃષ્ટિસૃષ્ટિ કરતાં વધારે સાચી છે, પરંતુ તેજ પરિણામી સત્ય છે, એવું માનવું એ પણ મોટી ભૂલ છે. આ પાંચે તત્ત્વો અને તેનાં પરિણામો પરમેશ્વરની ભૂત-સષ્ટિ છે, પરંતુ તે ચેતનના આધારવિના ક્ષણભર ટકે તેવી નથી. જેમ માતાપિતાની, પતિની, પુત્રની, અને જારની એક જ સ્ત્રી શરીરમાં ઊભી થયેલી માનસમૃષ્ટિ એકબીજામાં બાધિત થવાથી મિથ્યા છે, અને પંચભૂતના પરિણામરૂપે તેં વિકારી શરીર છે. તે આ પંચભૂતથી ઉત્પન્ન થયેલું વિશ્વ પણ તેના નામરૂપ ભેદોમાં પરસ્પર બાધિત થાય છે. એકનું દ્રવ્ય બીજામાં નથી. એકની ભાવશક્તિ બીજામાં નથી, એકની ક્રિયાશક્તિ બીજામાં નથી, આ દ્રવ્યભેદ, ભાવભેદ અને ક્રિયાભેદવડે પંચભૂતની સૃષ્ટિ પણ છેવટના સત્ય રૂપે ગણાય તેવી નથી, જેવી રીતે જીવની દષ્ટિસૃષ્ટિનું આધાર સત્ય ઈશ્વરની સૃષ્ટિ છે, તેમ ઈશ્વરની લોકપ્રસિદ્ધ સૃષ્ટિનું આધાર સત્ય ઈશ્વરના સચ્ચિદાનંદરૂપ સ્વભાવ ઉપર રહેલું છે. આથી અખો કહે છે કે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org