Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 66
________________ અખો પરમાત્મારૂપ વસ્તુ નથી એમ માને છે, ત્યારે વેદાન્તમતના બ્રહ્મવાદી જગતને અથવા પ્રપંચને વ્યાવહારિક ઉપયોગવાળું લાકડું ખરું માની તેને સળગાવી પરમાત્મારૂપ ઉદ્યોતના સાધન તરીકે તેનો સ્વીકાર કરે છે. ૨. જ્યારે બૌદ્ધમતનો શૂન્યવાદી પ્રપંચને ધુંધવાતું બનાવી જગત જેવું જડરૂપે છે તેવું પણ દેખાડતો નથી તેમ તે ચૈતન્યનું નિર્વાહક છે એમ પણ સમજાવતો નથી પણ વધારે આંખો ચોળાવી અંધકાર ઊભો કરે છે, ત્યારે વેદાનતમતના બ્રહ્મવાદી જગતને સળગાવી શુદ્ધ જયોત જેવા આત્મસાક્ષાત્કારને પ્રકટ કરી દેખાડે છે. બૌદ્ધ શૂન્યવાદીની સમજણ ચિત્રામણના દીવા જેવી છે, જયારે વેદાન્ત બ્રહ્મવાદીની સમજણ સાચા દીવા જેવી છે. ૩. જયારે બૌદ્ધમતના શૂન્યવાદી કર્મધર્મની વ્યવસ્થા કરી શકતા નથી, ત્યારે વેદાન્તમતના બ્રહ્મવાદી કર્મધર્મની વ્યવસ્થા બતાવી મૂલ તંતુને જેવું ને તેવું જણાવે છે. અખેગીતાના ચોથા ખંડનું તાત્પર્ય પરપક્ષોનું વર્ણન અને ખંડન અને અનુભવી મહાપુરુષના હાથમાં અદ્વૈતનિષ્ઠાની ત્રિજોરીની કુંચી અખાએ “અખેગીતા”ના ત્રણ ખંડમાં પોતાના તાત્ત્વિક સિદ્ધાન્તોની સમજણ આપ્યા પછી, પરપક્ષોની કેવી સમજણ છે, અને તેમાં કેવા દોષો હોય છે તેનું વર્ણન ચોથા ખંડનાં કડવાં ૨૯, ૩૦, ૩૧માં કર્યું છે અને જણાવે છે કે સાંખ્યશાસ્ત્રવાળાની દૃષ્ટિ પા વસાની ખરી છે, પરંતુ વેદાન્તની દૃષ્ટિ પૂરી છે, પણ તેની નિરાવરણ દષ્ટિ ક્યારે ગણાય કે તે વેદાન્તી મોઢેથી માયાનાં બકવાદ કરનારો ન હોય પરંતુ અનુભવી જ્ઞાની હોય તો જ. અખેગીતાના પાંચમા અને છઠ્ઠા ખંડનું તાત્પર્ય આવા અનુભવી સંતને જેઓ મેળવી શકે છે અને તેની સેવા અને ગુણોનું અખંડ ચિંતન કરી જાણે છે તેને જ આ દસ્તર સંસાર તરવાની નૌકા મળે છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82