Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 62
________________ અખો ૫૩ આભાસ તે જીવ. આ બધા ખેલ એકજ કેવલ્યપદના માયાદ્વારથી ઊભા થાય છે. આ ઉપરથી જીવનું જીવત ખરી રીતે કલ્પિત ચૈતન્યના આભાસરૂપ છે, જો કે તે આભાસમાં પોતાના ઉત્પાદક બિંબભાવને ઓળખવાનું સામ્યર્થ છે. અખો કૈવલ્ય બ્રહ્મપદ, ઈશ્વરપદ અને જીવપદ એ ત્રણેન વિવેક કરી પહેલાને પરમ સત્ય, બીજાને વ્યવહાર સત્ય, અને ત્રીજાને પ્રતિભાસિક સત્ય માને છે. કેવલ્યપદ તમે નિજ સ્વરૂપે, ઈશ્વરપદ છે અનંત, મોટું સામર્થ્ય માયાકેરૂં જ્યાં ઉપજે મિથ્યા જંત. (કડવું ૨૦) પરમ સત્ય તે “નિજસ્વરૂપ”, વ્યવહાર સત્ય તે ઈશ્વરનું “અનંત ઐશ્વર્ય” માયાદ્વારથી પકટ થતું અને પ્રતિભાસિક સત્ય તે “મિથ્યાજંત” એટલે કલ્પિત જીવો. - મિથ્યાજંતુઓ અનંત ઈશ્વરના ઐશ્વર્યને પરમ સત્ય માની મોહ પામે છે, જયારે ઈશ્વર પોતાના શિવપદને એટલે કૈવલ્યપદને સાચું માની મુક્ત રહે છે. એક જ પરમાવતુ પોતાના અંતર્થ વડે ઈશ્વર, મામા, અને જીવરૂપે શી રીતે ભાસે છે તેનું નીચે પ્રમાણે વર્ણન અખો કરે છે : જેમ દર્પણ મૂકીએ સામસામાં, તે પ્રતિબિંબ એક એકમાં, તે અન્યોન્ય અનંત થાયે, દષ્ટ પહોચે છેકમાં. તે દર્પણ દર્પણ માંહે રચના, દીસે પ્રકટ પ્રમાણ, એક એકમાં અળગા અળગ, ચંદ તારા બહુભાણ. અનંત ભાસે સામ સામા, એકના ઉદમાં એક, સિદ્ધાન્તને તમો એમ જાણો, કહું વસ્તુ-વિવેક. આદર્શ નિર્મલ અતિ ઘણું, પરબ્રહ્મસ્થાની તેહ, તેહમાં અજા આછી અણછતી, ભઈ આવી ભારો એહ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82