________________
૫૪
અખો તે અજામધ્ય ઉપાધ્ય બહોળી, તે જાણો અહંકૃત્ય, જેમ મુકુરમાં અનંત દીસે, રૂપની સંસ્કૃત્ય. કહે અખો સહુકો સુણો, સંસ્કૃત્ય ન ભામે જંતને, એ ગીતાનું તે હારદ સમજે જો સેવે હરિગુરુ-સંતને.
(કડવું-૨૨) આ પરબ્રહ્મસ્થાની અતિ નિર્મલ આદર્શ ખરી રીતે સાનથી સમજાય છે. કંઈ સામા પદાર્થ તરીકે દેખાડી શકાતું નથી.
“ભાઈ સાને સમજે સંત શૂરા, પણ કર રહીને નથી આલવા, એતો પોતે હુંકારો દે પોતાને, તો જાય કેહને ઝાલવા. તો કહે અખો સહુ કો સુણો, અકળ કળા મહંતને, મરી જીવ્યાનો મર્મ લેવો, સેવો હરિ ગુરુ-સંતને.”
(કડવું-૨૩) આ સાનથી સમજાય એવું મહામુક્તનું વર્ણન છે. જ્યારે પ્રત્યક્ષ અનુભવથી સમજાય તેવું જીવન્મુક્તનું વર્ણન ૧૩-૧૬ કડવાંમાં આપવામાં આવ્યું છે. મહામુક્તને અખો “વિદેહી' કહે છે. તે વિદેહીનું સ્વરૂપ અઠ્ઠાવીસમા કડવામાં પણ વર્ણવે છે.
અખેગીતાના ત્રીજા ખંડનું તાત્પર્ય અક્રમ બ્રહ્મજ્ઞાનનું સાધન-પ્રણવોપાસના-અપર બ્રહ્મવડે
- પરબ્રહ્મની પ્રાપ્તિ “અખેગીતા”ના ત્રીજા ખંડમાં (કડવાં ૨૪-૨૮ સુધીમાં) અખો કૈવલ્યપદ ક્રમવાળાં સાધન શ્રેણીવડે પ્રથમ ખંડમાં મેળવી શકાય છે એમ કહી ગયો છે. તે પદ ક્રમ વિનાના એટલે અક્રમ ભાવવડે મેળવી શકાય છે. એવું જણાવે છે. આ અક્રમ બોધ માર્ગને તે “વણક્રમે હોય પંથનો પાર” એમ કહી સમજાવે છે. આ વણક્રમે આત્મવસ્તુનો બોધ થાય તે સાધનને અજપાજાપ અથવા પ્રણવનું અનુસંધાન કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org