________________
અખો
૩૯
ઈશ્વરના અધિકરણમાં એકસમરસ ચૈતન્યમય તત્ત્વનો તે સ્વીકાર કરે છે અને તેને બ્રહ્મતત્ત્વ કહે છે. તે તત્ત્વના સત્, ચિદ્, અને આનંદ એવા ત્રણ સ્વધર્મો છે. તે પૂર્ણરૂપે એટલે વિશેષણરૂપે જે ચૈતન્યમાં ઝળકે છે તેને નિત્યસિદ્ધ ઈશ્વર કહે છે, જેમાં તે અપૂર્ણ દશામાં અથવા ઢંકાયેલી દશામાં રહે છે. તેને તેઓ સંસારી જીવ કહે છે. જગત એટલે જીવના અનુભવમાં આવતું વિશ્વ કેવળ શૂન્ય નથી, પરંતુ વ્યવહાર સાધનાર સાચું છે. તે જગત પરમેશ્વરની માયા વડે બ્રહ્મસ્વરૂપમાં વિવર્તરૂપે ભાસે છે, અને જીવને તે અવિદ્યા વડે સાચું છે એવો ભ્રમ થાય છે. આ જગત સાચું છે એવી દૃઢ ભાવનાને જીવચેતન સંસારી દશામાં કર્મના વિપાક અનુસાર જન્મજન્માંતર પામે છે, પરંતુ ભ્રમ નૃિવત્ત થતાં તે પોતાના શુદ્ધ રૂપને ઓળખે છે. તેથી જેમ લાંબું સ્વપ્ન અનેક કાળના રંગને દર્શાવતું છતાં જાગ્રત, અવસ્થામાં એક ક્ષણમાં અળપાઈ જાય છે તેમ વ્યવહારસત્તાના અનાદિકાલના ભ્રમથી સંસારી જીવનો સંસારીપણાનો એટલે બદ્ધદશાનો ભાવ સત્ય બ્રહ્માત્મજ્ઞાન વડે અળપાઈ જાય છે.
૧.
૨.
3.
૪.
૧.
અખો પોતાના નિશ્ચયો ઘણા ગર્ભિત શબ્દોમાં સચોટ જણાવે છે. જગતનું લક્ષણ
જગત નામ જગદીશજ તણું, જોયામાં કારણ છે ઘણું, ચિત્ત સહિત જોતાં તો જગત, ચિત્ત રહિત છે અવ્યક્ત. જો દીસે જગનાથ તો, જગત ન દીસે જન અખાં. કદળીસ્તંભ ઘણાં પડ વળે, વચમાંથી લુંબો નીફળે. જગત કાતરો કેમ મહાભૂત, જે વડે રંગી તે અદ્ભુત, અખા અરૂપી ઉગ્યો જોઈ, પૂર્વ પક્ષ ન કરશો કોઈ. ૫૨ કેતાં પરબ્રહ્મ હરિ, અને પંચ કેતાં પંચભૂત, એ પ્રપંચનામ જૂઠા તણું, એમ પ્રકટ્યો વંધ્યાસુત. ગુરુશિષ્યસંવાદ-પ્રથમ ખંડ, દોહરા ૩૩
જીવનું લક્ષણ
કાર્યોપાધિ તણું નામ જીવ, કારણોપાધિ ઈશ્વર સદૈવ.
Jain Education International
ગુશિ સંવાદ ૩ ખંડ ચોપાઈ ૭
For Personal & Private Use Only
www.jainelibrary.org