Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 59
________________ પO પરબ્રહ્મ વિના નહિ ઠામ ઠાલું, એમ દેખે તે ભરપુર જિહાં તિહાં દેખે હરિ ભાઈ, જેનાં પડળ થયાં દૂર. કહે અખો સહુકો સુણો, ભક્તિ આવી તે જંતને. એવા શુદ્ધ ભજનને પામવા, તમે સેવો હરિગુરુ સંતને. આવી સર્વાત્મભાવનાથી પ્રેમલક્ષણા ભક્તિના પ્રભાવવડે તે સંસારના સર્વ રંગોમાં - “નિત્ય રાસ નારાયણનો, દેખે તે અનંત અપાર. જિહાં જેવો તિહાં તેવો, નારાયણ નરનાર.” આ શુદ્ધ પ્રેમલક્ષણા ભક્તિવડે હૃદયનો પલટો થાય છે, અને તે ભક્તને “માયાને ઠામે બ્રહ્મ ભાસે, સંસારનો સંભવ ગયો” ભક્તિ વડે ઉત્પન્ન થતા શુદ્ધ આત્મજ્ઞાનવડે માયાનો સર્વાશ લોપ થઈ જાય છે. જાગ્યો ત્યાં થઈ ચેતના, નિદ્રા સાથે સર્વે પળ્યું ત્યમ તુરીયા વડે તિમિર ત્રાસે, ચિત્ત ચમક્યું હું તું તે ટળ્યું. (કડવું ૧૨) અખાની ભક્તિ સર્વાવાસ હરિને આત્મરૂપે ભજવાની છે. આ પ્રેમલક્ષણા ભક્તિને તે નિરાશી-ફલની કોઈ પણ પ્રકારની આશા વિનાની બાશીમી નિર્ગુણ ભક્તિ કહે છે, જયારે સગુણભક્તિના એકાશી પ્રકારો સકામભક્તિના છે. આ એકાશી ભક્તિનો ઉલ્લેખ અખો ચિત્તવિચારસંવાદમાં ૩૮૭ થી ૩૯૦ની કડીઓમાં કરે છે. તેનું પૃથક્કરણ નીચે પ્રમાણે શ્રીધર સ્વામીની (જુઓ ભાગવતતૃતીય સ્કંધ, ૨૯મો અધ્યાય) ટીકાને અનુસાર આપણને મળી આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82