Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 58
________________ અખો ૪૯ શક્તિ તે માયાથી આવૃત્ત જીવને અનેકાકારવાળું જગત અથવા “દશ્ય’’ પદારથ (જુઓ કડવું ૮મું) દેખાડે છે. આથી બદ્ધ પામેલા આભાસરૂપ જીવને છૂટવાનો માર્ગ પોતે જેનો આભાસ છે તેવા પોતાના છવ્વીસમા પરમાત્માને અથવા હરિને તેણે પોતાના સ્વરૂપ તરીકે ઓળખવાનો છે. કડવાં ૩ થી ૮ સુધીમાં માયાશક્તિ અને તેનાં પરિણામોનું વર્ણન કર્યા પછી નવમા કડવાથી માયા નિવૃત્તિનાં સાધનોનો બોધ અખો કરે છે - (૧) પહેલા સાધનને તે હિરનો વિરહ વૈરાગ્ય' કહે છે. પોતાના પરમાત્મા અથવા હિરરૂપ તત્ત્વને જ્યાંસુધી મેળવાય નહિ ત્યાં સુધી જીવને ચેન પડવું જોઈએ નહિ. જેમ માછલું પાણી વિના તરફડે અને તેને કામધેનુના દૂધમાં નાખે તો પણ તેની આપદા દૂર થાય નહિ, તેમ જીવને જો હિરવિરહ સાલે તો જ તે નર હિર થવાને લાયક બને છે. (૨) આવો હિ૨સંબંધનો વિરહવૈરાગ્ય જેને ઉત્પન્ન થયો છે, તેવો મુમુક્ષુ ખરી રીતે બીજા સાધનરૂપે કોઈ અનુભવી સદ્ગુરુના દ્વારથી “હરિભક્તિને” મેળવે છે. ‘અખાની આ હરિભક્તિ લોકપ્રસિદ્ધ ભક્તિ કરતાં જુદા પ્રકરાની છે. તેનું હરિભક્તિનું સ્વરૂપ દસમા કડવામાં તેણે સ્પષ્ટ કર્યું છે : તે હિર હિર દેખે સકલમાં, જેહને જીવ જીવ કરી દેખતો, હરિ જાણી હેત ક૨ે સકલમાં, પહેલાં જે ઉવેખતો. હાંરે જાણે થકી ભક્તિ થાયે, તેજ ભક્તિ જાણે ખરી. અજાણે જે આચરે, તેને દ્રોહ થાયે પાછો ફરી. સદ્ગુરુનાં વચન સુણીને, ભક્તિ જેહને ઉપજે. અચિરકાલે તે પામે અત્મા, સદ્ગુરુ વચને જો ભજે. ભાઈ ભક્તિ જેવી પંખીણી, જેહને જ્ઞાનવૈરાગ્ય બેઉ પાંખ છે. ચિદાકાશમાંહે તેજ ઊડે, જેને સદ્ગુરુ રૂપી આંખ્ય છે. દેખે નેત્ર પરબ્રહ્મનાં, પરબ્રહ્મનાં કર્ણ માત્ર. પાદ પાણી પરબ્રહ્મનાં, પરબ્રહ્મ દાતાને પાત્ર. જળે પરબ્રહ્મ સ્થળે પરબ્રહ્મ, સ્વર્ગ મૃત્યુ પાતાલ, ગિરિ ગહર વન વાટિકા, પરબ્રહ્મ જાન ને માલ. (એટલે જાળીઆમાં અને માળીઆમાં) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82