________________
અખો સંયુક્ત રહી હતી તે છૂટી પડી જગતની ઉત્પત્તિ, સ્થિતિ, અને લય કરનારા ત્રણ ગુણમય દેવોને - બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રને પ્રકટ કરે છે. આ શૂન્યસ્વામિની અજા ત્રિગુણમય દેવોની જનની એટલે માતા હતી તે ગુણોનો ભંગ કર્યા પછી તેમની “યોષિતા'- પત્ની થઈ જાય છે. આ કારણથી અખો આ માયા શક્તિને મોટી “નટી” કહે છે.
માયા મોટી જગ માંહે નટીજી તે આગળ કોઈ ન શકે ખટીજી હરિ હર અજથી આગળ વટીજી સમજી ન જાય એવી માયા અટપટીજી
(કડવું ૭મું) બ્રહ્મવસ્તુના સદ્, ચિત્, અને આનંદ નામના સ્વભાવ ધર્મો ભીતરના અધ્યાત્મબળથી સત્વ, રજ, તમ- એ નામના ગુણોનું રૂપ પકડી માયાશક્તિરૂપે પલટાય છે. અખો કહે છે કે :
“જ્યમ જળ જમાયે શીતયોગે, તેહને જડતા પ્રકટે માંહેથી સત્ત્વ, રજ, તમ રૂપે થઈ માયા, પછે એક એકના બહુ થયા.” માયા શક્તિના બંધમાંથી છૂટવાના ત્રણ ઉપાયો :
ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ માયા ત્રિગુણાત્મિકા શક્તિરૂપે શૂન્યસ્વામિની થઈ ત્રણ મૂર્તિઓને પ્રકટ કરી તેમની જાયા બની :
પંચભૂતને પંચમાત્રા" તામસના નીપજી રહા, રાજસનાં ઇદ્રિ) દશે, તેના દેવતા. ઈદ્રિય ઇઢિયે તે વસ્યા, આપ આપણું સ્થળ સેવતા. મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, તે સત્ત્વગુણથી ઉપના, એ સૃષ્ટિનાં ચોવીસ કારણ, માયા અબલ રૂપના. પ્રકૃતિ તે પંચવીસમી, પરિવાર સર્વ તેહનો,
પણ છવ્વીસમો પરમાતમા, તે થરથર જ્યમયમ રહ્યો.” આ પ્રમાણે અખાના અભિપ્રાય પ્રમાણે મૂલ ચિક્તિમાં ભીતર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org