Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 55
________________ અખો ૪૬ (સિદ્ધપદનાં લક્ષણ) જીવનમુક્ત અને મહામુક્તનાં, (કડવાં ૧૩-૧૬) ચહેન (ચિહ્ન) ને વળી પુષ્ટિ; (સમર્થન) મેં વિષયાનુસારી છ ખંડમાં વર્ગીકરણ કર્યું છે; અખાએ સાધનફલને અનુસાર છ વિભાગ પાડ્યા છે. અખાના અખેગીતાના પ્રથમ ખંડમાથી તરવાતા સિદ્ધાન્તો સર્વ સિદ્ધાન્તોની સરખામણીમાં અખાએ પોતાનો તાત્ત્વિક સિદ્ધાન્ત વેદાન્ત ઉપર ઘડ્યો છે, પરંતુ વેદાન્તશાસ્ત્રનો સાચો મર્મ જેઓ મોઢેથી માયાવાદ બોલે છે, અને ઊંડા ભાવથી આ દેખાતા જગતનું મિથ્યાપણું સમજી જાણતા નથી તેમના અનુભવ બહાર રહે છે. અખો રમૂજી વાણીમાં કહે છે કે : “સાંખ્યને આંખ્ય પા વસાની, જો ચાલે તો ચાલી શકે, વેદાન્તને વાટ સૂઝે સુધી, જો માયા મુખથી નવ બકે”. (“અખેગીતા” કડવું ૩૧-૮) માયાવાદ માત્ર મોઢે બોલવાની યુક્તિ નથી, પણ અનુભવથી સમજવાની એક કળા છે-એવું અખાનું ખાસ મંતવ્ય છે. બ્રહ્મની ત્રણ પ્રકારની શક્તિઓ : ચિક્તિ, માયાશક્તિ, પ્રકૃતિશક્તિ બ્રહ્મતત્ત્વની ચિક્તિનું એક સામર્થ્ય અથવા બલ તેનું નામ માયાઅજા છે. બ્રહ્મચૈતન્યની ચોવીસ જડતત્ત્વરૂપે, અને પચીસમા બદ્ધ પુરુષનો ભાવ આપનારી પ્રકૃતિ શક્તિને પ્રકટ કરી તેને દેખાડી પુનઃ પોતામાં શમાવવાની શક્તિને માયા કહે છે. આ પચીસ તત્ત્વોના રંગો જે આધારમાં ભાસે છે તે છવ્વીસમો પરમાત્મા તે જેવો ને તેવો યથાર્થ રહે છે. આ ચિક્તિમાં અંતર્ગત રહેલી અને પછીથી બહાર પડતી માયાશક્તિ અખાના અભિપ્રાય પ્રમાણે પરમેશ્વરની આ પટરાણી છે. અને જે પ્રથમ “શૂન્યસ્વામિની’’ એટલે ભેદ ભાવ નહિ પામેલા બ્રહ્મમાં Jain Education International - For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82