Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ અખો ૪૧ (૪) અખાના તાત્ત્વિક સિદ્ધાન્તો અખો માત્ર તત્ત્વચિંતકજ ન હતો, પરંતુ તત્ત્વનિષ્ઠ અથવા બ્રહ્મનિષ્ઠ હતો. તેના સિદ્ધાન્તો તારવવા હોય તો મુખ્યત્વે કરી તેના નીચેના ચાર ગ્રંથોનો આધાર લેવો પડશે : ચિત્તવિચારસંવાદ તથા ગુરુશિષ્યસંવાદ અખેગીતા તથા કૈવલ્યગીતા ઉપરના બે સંવાદો તથા અખેગીતાની રચના રચવામાં અખાએ વેદાન્તશાસ્ત્રના સંસ્કૃતમાં રચાયેલા પ્રકરણગ્રંથો તથા ભગવદ્ગીતાને સામા આદર્શરૂપે લીધાં જણાય છે. શંકરાચાર્યના વિવેકચૂડામણિ, ઉપદેશસાહસ્રી વગેરે પ્રકરણગ્રંથો ગુરુશિષ્યના સંવાદરૂપે છે, અને ભગવદ્ગીતાગ્રંથ, જે આપણા હિંદુ ધર્મના સનાતન સિદ્ધાન્તોને કલિયુગમાં યુગધર્મ તરીકે દર્શાવનાર કોઈ અપૂર્વ પ્રતિભામય ગ્રંથ છે તેનાં અનુકરણો સંસ્કૃતમાં લગભગ ચૌદ થયાં છે :–રામગીતા, ગણેશગીતા, શિવગીતા, દેવગીતા, શક્તિગીતા, (વીગીતાથી જુદી છે), કપિલગીતા, અષ્ટાવક્રગીતા, “અવધૂતગીતા, હંસગીતા, શ્રેમગીતા, પાંડવગીતા, સૂર્યગીતા, બ્રહ્મગીતા, અનુગીતા. આ સર્વ ગીતાઓમાં પૂર્ણાવતારી શ્રી કૃષ્ણના અનુભવોની જેવી સ્પષ્ટ સ્મૃતિ બિલકુલ નથી પરંતુ તે તે લખનારની અનુભૂતિની કંઈ કંઈ ઝાંખી માત્ર છે તેવી તે ઝાંખી પોતાના અનુભવની અખાએ પોતાની “અખેગીતામાં દેખાડી છે. અખાના અનુયાયીઓ તેને અક્ષયગીતા નામ આપે છે, અને તેની લેખી પ્રતના અંતમાં મહાવિદ મોક્ષયિની એવું વિશેષણ આપે છે. આ વિશેષણ વડે તે ગ્રંથનું તાત્પર્ય આપણે સમજી શકીએ એમ છે. તે ગ્રંથમાં સર્વ વિદ્યામાં મોટી બ્રહ્મવિદ્યાનું સ્વરૂપ છે. અને તે પાંડિત્ય મેળવવા નહિ, પરંતુ પોતાના બંધની નિવૃત્તિ કરવા અર્થે છે. તે ગ્રંથનાં ચાલીસ કડવાં અને દસ પદમાં અખાએ :- (૧) બ્રહ્મ અથવા હરિનું સ્વરૂપ, (૨) તેની ઉપાધિરૂપે બનેલી માયાનું રૂપ અને તેનાં પરિણામો, (૩) વૈરાગ્ય, ભક્તિ, અને જ્ઞાનરૂપ સાધનોનો વિચાર, (૪) જીવન્મુક્તિ, અને (૫) વિદેહમુક્તિનું વર્ણન (૬) હરિગુરુ સંતની ભક્તિમાં સર્વ ગહન વિદ્યાની ચાવી છે, અને (૭) અદ્વૈતપદની નિષ્ઠા કેવી હોય - એ સિદ્ધાન્તો સરલ ગુજરાતી ભાષામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82