Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ ૩૨ અખો (૩) ગુરુશિષ્યસંવાદ આ પ્રકરણના ચાર ખંડ છે – (૧) ભૂતભેદખંડ, (૨) જ્ઞાનનિર્વેદ ખંડ, (૩) મુક્તમુમુક્ષુ લક્ષણખંડ, અને (૪) તત્ત્વજ્ઞાન નિરૂપણ ખંડ. અખાના તત્ત્વચિંતનનું સ્વતંત્ર નિરૂપણ કરવાના પ્રસંગે આ પ્રકરણ આપણે આધારરૂપે લઈશું. (૪) અનુભવબિંદુ આ પ્રકરણ મને લાગે છે કે અખાના શ્રવણ, મનન, નિદિધ્યાસનના ફલસ્વરૂપે છે. તેમાં છત્રીસ છપ્પામાં અખાએ બ્રહ્માત્મઅનુભવ કેવો હોય છે, અને તેની ખુમારી કેવી રહે છે તેનું વર્ણન છે. ચાર છપ્પામાં ફલસ્તુતિ છે અને એકંદર ૪૦ છપ્પા છે. એ છપ્પા છત્રીસ, દીસે છે મર્મની સાનો, ચાર કહ્યા ફલસ્તુતિ, વેશ તે બ્રહ્મદશાનો.” આ પ્રકરણને “બિંદુ” નામ આપવામાં અખાએ પ્રાચીન ઉપનિષદોનાં નામનું અનુકરણ કર્યું છે. અથર્વવેદનાં કેટલાંક ઉપનિષદોમાં અમુક વિષયનું એકીકરણ કરી ગંભીર અર્થ ટૂંકામાં જણાવે છે તેવાં ઉપનિષદોને બિંદુ-એટલે કેન્દ્રભાવને પામેલો વિચાર – એવું નામ આપવામાં આવે છે, જેમકે ધ્યાનબિંદુ, અમૃતબિંદુ, નાદબિંદુ. પાછળના વેદ:તશાસ્ત્રનું તાત્પર્ય જેમાં એકત્ર થયું છે એવા શંકરાચાર્યની “દશશ્લોકી” ઉપરની મદુસૂદન સરસ્વતીની ટીકાને “સિદ્ધાન્તબિંદુ” કહે છે. અખાએ શ્રવણકાળે આ ગ્રંથોનાં નામ સાંભળેલાં તે ઉપરથી પોતાના પ્રકરણને “અનુભવબિંદુ” એવું નામ આપ્યું જણાય છે. બિંદુ એટલે ટપકું એ અર્થમાં નહિ. પરંતુ ગંભીરવિચારનું જયાં એકીકરણ છે, એવો ગ્રંથ એમ સમજવાનું છે. (૫) અખેગીતા અને (૬) કૈવલ્યગીતા આ બે પ્રકરણ પૈકી પહેલી ગીતા અખાની પરિપકવ બુદ્ધિનું ફલ છે. બીજી “કૈવલ્યગીતા” એ નાનું આશાવરી રાગ ૨૪ કડીનું પ્રકરણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82