Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ ૩૬ અખો છે. પ્રસિદ્ધ પંચીકરણ તે સ્વંતત્ર પ્રકરણ છે. તેમાં ચોપાઈ છે, ત્યારે આમાં છપ્પાનું રૂપ આપ્યું છે. ખરી રીતે પંચીકરણ એ સ્વતંત્ર જ પ્રકરણ છે, અને છપ્પામાં તેની ગોઠવણી ભૂલથી થયેલી જણાય છે. (૮) પદો અખાનાં એકંદર ૧૫ર પદોનો સમૂહ સસ્તા-સાહિત્યની બીજી આવૃત્તિમાં છપાયો છે. જેમાં અખેગીતાનાં ૧૧ પદો પણ અંતર્ગત કર્યા છે. છૂટક પદોનું બીજું સાહિત્ય સંતોની વાણીના સંગ્રહકાર અને પ્રકાશક ભગવાનજી મહારાજ પોતાના કહાનવા બંગલામાં છે એમ જણાવે છે. પરંતુ આ અપ્રસિદ્ધ ગ્રંથોની સૂચિ તૈયારી કરી પ્રસિદ્ધિમાં મૂકવામાં ન આવે ત્યાં સુધી તે સાહિત્યની સમીક્ષા થઈ શકે તેમ નથી. (૯) સોરઠા સસ્તાસાહિત્યની બીજી આવૃત્તિમાં ૨૫૩ સોરઠા છાપેલા છે. પરંતુ આ સોરઠાને જ “અખાકૃત પરજીઆ' કહે છે. તેની એક લેખી પ્રત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી મળી છે, તે શુદ્ધ છે. તેમાં એકંદર ૩૧૪ દુહા છે. એટલે ૬૧ દુહા પ્રસિદ્ધ આવૃત્તિમાં નથી. તે સાથે પ્રસિદ્ધ થયેલા સોરઠામાં ઘણે સ્થાને અશુદ્ધિ છે, અને તેથી અર્થનો ભ્રમ ઉત્પન્ન થવાનો સંભવ છે. આ પ્રમાણે અખાની બે હિંદીભાષાની કૃતિઓ અને નવ ગુજરાતી ભાષાની કૃતિઓ પ્રસિદ્ધિને પામી છે. અખાની કૃતિઓ મૂલ પ્રતોના આધારે શુદ્ધ પાઠના નિર્ણયવાળી છપાવવાની ખાસ અગત્ય છે. આ કામ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ ઇચ્છનાર ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અથવા વડોદરા રાજ્યના ખાતા તરફથી થશે એમ આશા રાખવામાં આવે છે. બીજું વ્યાખ્યાન અખાનું અક્ષરજીવન (૩) (તેનું તત્ત્વચિંતન) અખાની એકંદર મળી આવતી અગિયાર કૃતિઓ (બે હિંદી અને નવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82