________________
૨૮
અખો અંતઃકરણના ચૌદ અધિદેવ સત્તાનાં ઉપકાર વડે કર્મના બલને અનુસાર દેહયાત્રા ચલાવે છે. જીવની દેહયાત્રા ચલાવનાર ઉપાધિઓનું પુનઃ પંચકોશરૂપે વર્ગીકરણ થાય છે :- (૧) અન્નમય કોશ, એટલે પંચભૂતનાં પરમાણુથી રચાયેલાં પ્રત્યક્ષ અન્નથી પોષાતો દેહ, (ર) તેના ભીતરમાં રહેલો પ્રાણમય કોશ, જેમાં પાંચ અથવા દશ પ્રાણો અને પાંચ કર્મેન્દ્રિયોનો સમાસ થાય છે, લકિક જીવનનો નિર્વાહ અને બલશક્તિનો પ્રભાવ આ કોશ વડે થાય છે; (૩) મનોમયકોશ, જેમાં પાંચ કર્મેન્દ્રિયો અને મનનો સમાસ થાય છે, જે વડે જીવની ક્રિયાશક્તિનું યંત્ર ચાલે છે; (૪) વિજ્ઞાનમયકોશ, જેમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિનો સમાસ થાય છે, જે વડે જીવની જ્ઞાનશક્તિનું યંત્ર ચાલે છે; અને (૫) આનંદમયકોશ, જેમાં જીવત્વનો નિર્વાહ કરનાર માયા અથવા અવિદ્યાનું અણુચૈતન્યની છાયાવાળું હોય છે, જે વડે ઢંકાયેલી અવસ્થાવાળું આપણું આનંદરૂપ જળવાયાં કરે છે.
સચ્ચિદાનંદબહ્મનાં ત્રણ વિશેષણો પૈકી સદ્ વિશેષણ જીવના અન્નમય અને પ્રાણમયમાં સ્પષ્ટ થાય છે. ચિત્ વિશેષણ મનોમય અને વિજ્ઞાનમયમાં પ્રકટ થાય છે. અને આનંદ વિશેષણ ઢંકાયેલા રૂપે આનંદમય કોશમાં વળગેલું રહે છે.
આ પ્રમાણે બ્રહ્માંડના અભિમાની ઈશ્વર અને પિંડના અભિમાની જીવની કાર્ય (દહ) અને કરણોની (ઇન્દ્રિયોની) ઉપાધિઓ લગભગ સમાન વ્યાપારવાળી છે, જો કે ઈશ્વરની ઉપાધિ શુદ્ધ દ્રવ્યમાંથી પ્રકટેલી હોવાથી તેનામાં સર્વજ્ઞતા વગેરે ધર્મો વ્યક્ત રહે છે. અને જીવની ઉપાધિ મલિન દ્રવ્યમાંથી ઊપજેલી હોવાથી તેની જ્ઞાન, ઇચ્છા, અને ક્રિયાશક્તિઓ ઢંકાયેલી અને ઓછા બળવાળી હોય છે. તોપણ મૂલ ચેતન એકરસ બંનેની પીઠમાં હોય છે. અને તે સાથે બંનેની ઉપાધિમાં જે ચિદાભાસ પડે છે તે પણ સમાન બળે જ પડે છે. જેમ સૂર્યચંદ્રના આભાસો જળદર્પણ વગેરેમાં સમાનવેગથી પડે છે, છતાં ઉપાધિની શુદ્ધિ અશુદ્ધિને અનુસાર આભાસની ર્તિ ન્યૂનાધિક પડે છે. જીવચેતનને ઈશ્વરચેતનદ્વારા મોક્ષ થવાનો ક્રમ છે. આ કારણથી મોક્ષની ક્રમપદ્ધતિ અખો આ પ્રમાણે સમજાવે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org