Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ ૧૨ અખો કવિ પ્રેમાનંદ પ્રતિ અખાની માનવૃત્તિ જણાય છે. પણ ટોળીના માણસો પ્રતિ ઉપહાસવૃત્તિ જણાય છે. સંવત ૧૭૦૫માં અખાએ “અખેગીતા” પૂરી કરી અને તે તેની પ્રૌઢ વયની કૃતિ છે. તો તેનો જન્મ સમય લગભગ ૫૩ વર્ષ બાદ કરતાં નિદાન સંવત ૧૬૫રના અરસામાં આવે એવું આપણે ઉપર કહી ગયા છીએ. પ્રેમાનંદની ટોળી સંવત ૧૭૧૦ સુધીમાં અખાએ ફરતી જોઈ હોય તો તે સમયે અખાની ઉંમર નિદાન ૧૮ વર્ષની હોઈ શકે, અને કવિ પ્રેમાનંદ તે સમયે ઊછરતી કીર્તિવાળા યુવાન હોઈ શકે. - કવિ કાલિદાસની મેઘદૂતની દિનાનાં પથ વિચરતાં ક્ષિપ્ત દસ્તાવેજો પાન – એ પંક્તિ ઉપર ટીકાકાર મલ્લિનાથ બૌદ્ધ દિનાગાચાર્યનો કવિ કાલિદાસ ઉલ્લેખ કરે છે, એવું શ્લેષ છાયા વડે જણાવે છે. તેવી આ મારી કલ્પના પ્રથમ દર્શને જણાશે. પરંતુ ઐતિહાસિક સત્ય બીજ પ્રમાણોથી સાબિત થઈ શકે તો તે નિરાલંબ કલ્પના નથી એમ સહજ સમજાશે. આ સંભાવના સંબંધમાં મારે કહેવું જોઈએ કે અખાના છપ્પાની જૂનામાં જૂની લેખીપ્રત મને મળી શકી નથી. ઈ. સ. ૧૮૫૨ની સાલમાં અમદાવાદની પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળી તરફથી પ્રસિદ્ધ થયેલા છપ્પામાં ફુટકળઅંગ સસ્તા સાહિત્યની પ્રતમાં ૬૬રમો છપ્પો છે ત્યાં સુધી આવી અટકે છે. અને ઉપરના છપ્પા ત્યાર પછીના જણાય છે. પ્રક્ષિપ્ત ભાગ હોય તો ઉપરનું અનુમાન નિરાધાર સમજાય. અખાના સંસારી જીવનના પરિવર્તનનાં નિમિત્તો અખાના સંસારી જીવનનું પરિવર્તન કરનારા બે પ્રસંગો થયા હતા : (૧) જહાંગીર બાદશાહે સ્થાપેલી ટંકશાળમાં તે કામ કરતો હતો, તેના ઉપર ચોખી ચાંદીમાં હલકી ધાતુ મેળવવાનો આરોપ આવ્યો હતો, તેમાં તે નિર્દોષ ઠર્યો હતો, અને તે કાચા બંધનમાંથી છૂટ્યો હતો. આ પ્રસંગથી તેનું મન વિરક્ત થયું હતું. (૨) બીજો પ્રસંગ પડોશમાં ધર્મની બહેન તરીકે માનેલી એક બાઈને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82