________________
અખો
વિષ્ણુ-રુદ્રની તથા તેમની ત્રણ શક્તિઓ શી રીતે પ્રકટ થઈ પંચભૂતોની અને તેનાં કાર્યો કેવી રીતે પ્રકટ થયાં, સૂક્ષ્મ શરીરની અને સ્થૂળ દેહની સમષ્ટિમાં શી રીતે ઉત્પત્તિ થઈ વગેરે અધિદેવ અને અધિભૂત સૃષ્ટિનું વર્ણન આવે છે. ત્યાર પછી અધ્યાત્મ એટલે જીવસૃષ્ટિ અને તેની ચોરાશી લાખ જાતિઓમાં મૂલ ચૈતન્યના અંશો કેવી રીતે પ્રસર્યા છે તે વર્ણવે છે. એક નાના સ્થૂળ શરીરમાં મોહ પામેલું ચૈતન્ય ‘“પુરંજન” એટલે જીવપણાને પામ્યું. આ જીવત્વ પરમ સત્ય વસ્તુ નથી, તેમ મિથ્યા પદાર્થ પણ નથી. અખો સુંદર વાણીમાં જીવત્વનું લક્ષણ આપે છે :–
૨૨
નાંહી મિથ્યા નાંહી સાચો, રૂપ ઐસો જીવકો, જન્મ મરણ ઔર ભ્રમન સંશય, ચલ્યો જાઈ સદૈવકો.
પરંતુ જૂઠો નહિ અને સાચો નહિ એવો ચિદચિગ્રંથિરૂપ જીવ પોતાની પીઠમાં રહેલા શુદ્ધ ચૈતન્યને મહાવાક્યનાં તાત્પર્યરૂપે સમજી જાણે તો જેમ ઈંડું ફૂટતાં સુંદર કોમળ પંખી ઊડવાની શક્તિવાળું પ્રકટ થાય તેમ બ્રહ્મરૂપે વિલસે છે :
જૈસે અંડ પિંડ ફુટે વિહંગા, ઔર રૂપ ભયો ઔર હી રંગા, આગે અંડ મધ્ય ગંદા પાની, ચલન હલન તાકી કોમલ બાની. બાની કોમલ અંગ ખેચર, ભૂચર ભાવના સબ ટરી, તેમેં જંત પ્રસાદ ગુરુ તે, અહંતા અપની ગિરી.
આ બ્રહ્મભાવે પોતાને ઓળખનાર જીવ પૃથ્વી ઉપર રડવડતું ઈંડું નથી, પણ ખેચર એટલે આકાશમાં કોમલ અંગ અને વાણીથી ઉડનારું પ્રાણી બની જાય છે.
“ખોહા ગયો બિચ બલ અજાકો, નાહી તેં ચેતન ભયો. અંધા અચાનક નેન પાયો, દ્વંદ્વ બિચ તે ટટ ગયો. સ્તુતિ પદાર્થ નયન દેખ્યો, દૃષ્ટિ પદારથ ગયો વિલા, મિટી દેહડી ભાવના અબ, સ્વયં ચૈતન હૈ ચલા. કહે અખા એ બ્રહ્મલીલા બડ ભાગી જન ગાયગો. હિર હીરા અપને હૃદયમેં, અનાયસ સો પાયગો.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org