Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ અખો ૨૦ વશ વર્તનારા જીવનનો ગુરુઅનુગ્રહ વિના ઉદ્ધાર શી રીતે થાય - “અશ્રુત ગોત્ર જન રામકા, હંસ બરન હરિરૂપ ગુરુ ગોવિંદ જબરી મિલ્યા, તબ હી ભયા તરૂપ” અખાના અભિપ્રાય પ્રમાણે સદ્ગુરુચરણશરણ અને હરિભજન એ બે સાધન સાધનારને ઉત્પત્તિમાં ઊંચા વર્ણમાં જન્મ હોવો જ જોઈએ એવો નિયમ નથી. આ બે સાધન જો સધાય તો હરજિનને જ્ઞાનવડે હરિરૂપ બનવામાં જાતિનો પ્રતિબંધ નથી : “ચમાર જૂલાહા નાઈધુનીઆ, દાદુ રે દાસ, સેના કબીરાઈ રામ સોનારા, અગ્નિ કિસીકી જવાલા, મધ્ય પડ્યો સો કીનો અપનાઈ.” આ કવિતામાં કહ્યા પ્રમાણે ચમાર, હજામ, દાદુ, ખાટકી, સોની મહંતો વર્ણવ્યા છે. તે સર્વ જેમ અગ્નિની જવાલામાં નાખેલો પદાર્થ અગ્નિમય થઈ જાય છે, તેમ હરિમાં તન્મય થયેલો હરિરૂપ બને છે. પરંતુ ભક્તિજન્ય હરિપણાનું જ્ઞાન તે કંઈ આવેશરૂપ નથી, પરંતુ સાચો અનુભવ છે : સર્વાતીત સબજા વિષે, સબ સમેત અબ શૂન્ય ઓં સ્વરૂપ હુરન ભયો, નાહીં જ્ઞાન નહિ ન્યૂન. આ અનુભવબળથી “જહાં પરપંચ તહાં પુરુષોત્તમ” એ પ્રકારે દષ્ટિનો પલટો થાય છે. આ જગતમાં હરિભાવ પ્રકટ થયા વડે જે દિવ્ય દૃષ્ટિ ઊઘડે છે તેના સંબંધમાં અખો લખે છે કે : જો દિવ્ય દૃષ્ટિ દીની ગુરુ દેવને, તો બ્રહ્મ સોનારા સહી ફલે. વિશ્વમાં હરિની દષ્ટિ ઊઘડવાથી, “નરનર મળે નારાયન નિરગુન” જણાય છે, અને પંચભૂતવાળાં શરીરમાં પંચાતીત અલક્ષ પ્રભુ લક્ષમાં આવે છે. જેઓ સમજણ વિનાની એટલે જ્ઞાન વિનાની કેવળ આવેશવાળી ભક્તિ સેવે છે તેઓ ખલજ્ઞાની થાય છે, પણ શુદ્ધ જ્ઞાની બનતા નથી. અખો આગળ જતાં જણાવે છે કે : “એહ સૂઝકી બૂઝ સમજસે ન્યારી, કૃતકી બૂજ અગાહે જવું થોરી”— સાચી સૂઝ (સમજણની બૂઝ) અથવા ઓળખ કરવી એ એક ન્યારી કળા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82