Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
અખો
૨૩ બ્રહ્મલીલા પ્રકરણમાં અખાની વેદાન્તશાસ્ત્રની ઊંડી સમજણ મધુર વાણીમાં સ્પષ્ટ થઈ શકે છે.
ગુજરાતી કૃતિઓ
૧. પંચીકરણ આ એકસોબે ચોપાઈવાળું પ્રકરણ વેદાન્તશાસ્ત્રની પંચીકરણ પ્રક્રિયાને લગતું છે. પંચીકરણ પ્રક્રિયાનો ઉપયોગ લયયોગમાં થાય છે. અને તેના વડે જીવાત્મા પરમાત્મા સાથેનું તાદાભ્ય અથવા એકપણે ઓળખી શકે છે. યોગના ચાર પ્રકારો છે –
(૧) રાજયોગ, જેમાં જીવાત્મા અને પરમાત્માનો પ્રત્યક્ષ ચૈતન્યસંબંધ કરવાની યુક્તિ હોય છે, (૨) હઠયોગ, જેમાં જીવાત્મા પ્રાણાયામની પ્રક્રિયા વડે પરમાત્મા સાથેનો અભેદ સાધી શકે છે, (૩) મંત્રયોગ, જેમાં શબ્દ બહ્મ અથવા ગુરુએ દીક્ષાના ક્રમથી આપેલા મંત્ર વડે જીવાત્મા પોતાનો અભેદ પરમાત્મા સાથે સાધી શકે છે; અને (૪) લયયોગ, જેમાં જીવાત્મા તાત્ત્વિક ચિંતન વડે પોતાના પિંડનાં તત્ત્વોનો બ્રહ્માંડના તત્ત્વોમાં લય સાધી પરમાત્મા સાથે અભેદભાવ મેળવે છે. આ લયયોગનો આધાર પિંડ બ્રહ્માંડના વિવેક ઉપર રહેલો છે. એટલે જે તત્ત્વોમાંથી પિંડ ઘડાય છે તેજ તત્ત્વોમાંથી બ્રહ્માંડ ઘડાય છે. માત્ર તેની અશુદ્ધ કલાને લીધે જીવનો પિંડ અવિદ્યાનો પરિણામ બને છે, ત્યારે ઈશ્વરનો બ્રહ્માંડદેહવિદ્યાનો વિલાસ થાય છે, પિંડ અવિદ્યાનો પરિણામ બનવાથી તેમાં જે ચૈતન્ય આભાસરૂપે સ્કૂરે છે તેને બંધ-મોક્ષ લાગે છે, બ્રહ્માંડદેહવિદ્યાનો વિલાસ હોવાથી તેમાં જે ચૈતન્ય આભાસરૂપે ઝળકે છે તે નિત્ય શુદ્ધ-બુદ્ધ-મુક્ત સ્વભાવવાળું હોય છે. આથી ચૈતન્યવહુ એક સચ્ચિદાનંદઘન પદાર્થ છતાં અવિદ્યાથી ઉપજેલા પિંડમાં બદ્ધ જીવ બને છે. અને વિદ્યાથી વિલસેલા બ્રહ્માંડમાં મુક્ત ઈશ્વર બને છે. બદ્ધ જીવ, જો પિંડબ્રહ્માંડનો વિવેક કરી પોતાની અવિદ્યાજન્ય ઉપાધિઓને લયયોગ વડે વિદ્યાજન્ય ઉપાધિમાં મેળવી શકે, તો તે ક્રમશઃ સાલોક્ય', સામીપ્ય , સારૂપ્ય, સાયુજય, અને કૈવલ્યપ, એમ પાંચ પ્રકારના મોક્ષને ક્રમવડે સિદ્ધ કરી શકે છે.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82