Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ ૨૪ અખો પિંડ-બ્રહ્માંડનો વિવેક કરવામાં લયયોગીઓ પ્રણવને આલંબન તરીકે લે છે. આપણી નૈસર્ગક શ્વાસપ્રશ્વાસની ક્રિયાથી પ્રકટ થતા ધ્વનિને સકાર અને હકારના યોગવાળો શબ્દ રોડનું કહે છે. તેમાં “તે ચૈતન્ય પરમેશ્વર હું છું” – એવો ભાવાર્થ આરોપી તે કુદરતી મહાવાક્ય (સોડ)માંથી વ્યંજનવાળો ભાગ બાદ કરી જે કેવળ મૂર્વભેદી શબ્દ શેષ રહે છે તેનું નામ ઓંકાર (ૐ)આ શબ્દ પ્રણવશબ્દ અથવા ઓંકાર એ પરબ્રહ્મનો વાચક શબ્દ છે. આ શબ્દબ્રહ્મ, ચિંતનવડે, અર્થ બ્રહ્મ (પરમેશ્વર ચેતન)ને વ્યક્ત કરે છે. તેથી તેનું બીજું નામ અપરબ્રહ્મ પણ કહેવાય છે. પ્રણવની પરમેશ્વર ચેતન સાથેનો જીવનો અભેદ પ્રકટ કરવાની આ નૈસર્ગિક શક્તિને લીધે વેદાન્તશાસ્ત્રના જ્ઞાનયોગ અને ધ્યાનયોગમાં તેનો ખાસ આધાર લેવામાં આવે છે. આ પ્રણવના ઉદ્ભવની સમજ અખાએ પંચીકરણની ૯૦થી ૯૪ આંકવાળી પાંચ ચોપાઈમાં આપી છે. આ ચાવી વડે પંચીકરણ પ્રકરણ સમજવાનું છે. પ્રણવ અથવા કારનો નાદબ્રહ્મ સર્વ પિંડોમાં અને સર્વ બ્રહ્માંડમાં અવ્યક્તભાવે વ્યાપી રહેલો હોય છે. જ્યારે તે નાદ-બ્રહ્મ પ્રાણી પદાર્થોમાં અવ્યક્ત દશામાં હોય છે ત્યારે તે પ્રાણીપદાર્થમાં “શૂન્ય” તત્ત્વ ઉદય પામ્યું મનાય છે, જ્યારે તે પરા, પયૅતી, મધ્યમાં અને વૈખરી એ ચાર વાણીના ક્રમથી વ્યક્ત થતો ચાલે છે, ત્યારે તે નાદબ્રહ્મ જાગે છે. અખો કહે છે કે – વસ્તુ વિષે સ્વભાવે શૂન્ય, તેમાં પ્રણવની ઉઠે ધૂન્ય – (ચોપાઈ-૪) આ પ્રણવનાદ વડે શૂન્યતત્ત્વ સગર્ભ બની ભેદાય છે. અને તેની ત્રણ માત્રા માર, ડેર, મીર વડે આ દશ્ય જગત ઊગી નીકળે છે. આ વિશ્વનો ક્રમપૂર્વક જે પ્રણવોદ્ધારથી વિકાસ થાય છે, તેને અખો “ઉપસર્ગ” કહે છે. આ ઉપસર્ગ વડે પ્રણવની ત્રણ માત્રાથી ભેદાયેલા શૂન્ય અથવા નિરંજન બ્રહ્મચૈતન્યની મૂલ પ્રકૃતિરૂપ ઉપાધિ જે સમભાવે રહેલી હતી તે વિષમભાવે ફૂટ થાય છે અને તે ઉપાધિના ત્રણ ગુણો તમસ, રજસું, અને સત્ત્વ જાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82