________________
અખો
૧૫ જ્ઞાનદીક્ષા લીધા પછી અખાની રહેણી-કરણી બદલાઈ ગયાં, અને તેનામાં વિદ્યાનું નવચેતન આવ્યું. આ હૃદયપલટાનો ઉલ્લેખ અખો નીચેના પદમાં કરે છે :“આનંદ વાધ્યોને રંગ ઉલટયો રે, પ્રકટ્યા છે કંઈ પૂરણ બ્રહ્મરે
- સદ્દગુરુને ચરણે આવતાં રે, તિમિર હતાં તે મારાં ટળી ગયાં રે, ઉદીઓ છે કંઈ જ્ઞાન કેરો, ભાણ રે, અખંડ સ્વરૂપે હરિને ઓળખ્યા રે, સરીઆં મારાં સઘળાં, કામને કાજ રે. જે રે માગ્યું તે ગુરુએ આપીયું રે, પૂરી મારા મનડાની આશરે. અખાની ઉપર દયા ઉપની રે, રાખ્યાં હરિએ ચરણની પાસ રે.” આ ગુરુઅનુગ્રહ પછી અખો કહે છે કે :
અખે ઉર અંતર લીધો જાણ, ત્યારપછી ઉઘડી મુજ વાણ”. શુદ્ધ બ્રહ્માત્મજ્ઞાનની ““સુઝ” અથવા સમજણ ઊઘડ્યા પછી તેણે પોતાના સંસારી લૌકિક અનુભવના બળે, ભાષાનું તેનું જ્ઞાન અત્યંત મર્યાદિત છતાં તેના ભીતરના વિચારોને તેણે બળવાન વેગથી માર્મિક વાણીમાં પ્રકટ કર્યા છે. તેની વાણીમાં અલંકારશાસ્ત્રની શોભા નથી, પરંતુ અર્થચેતન્ય ઘણું વેગવાળું છે.
અખાના ભૌતિક ફરજીવન સંબંધમાં આથી વિશેષ માહિતી આપણને મળી શકી નથી.
બ્રહ્માનંદસ્વામી અને તેના બ્રાહ્મણેતર ચાર શિષ્યો બ્રહ્માનંદ ગુરુ સંબંધમાં વિશેષ માહિતી મળી શકતી નથી. સંન્યાસીઓમાં એક નામવાળી ઘણી વ્યક્તિઓ સમકાળે પણ હોય છે. તેથી ગૌડબ્રહ્માનંદીના કર્તા બ્રહ્માનંદ અને અખાના ગુરુ બ્રહ્માનંદ એક જ છે કે ભિન્ન વ્યક્તિ તેનો નિર્ણય થઈ શકે તેમ નથી, કારણ કે શ્રીમધુસૂદનસરસ્વતી (ઈ.સ. ૧૬૦૦)ના ગ્રંથ ઉપર બ્રહ્માનંદે ટીકા લખી છે. અને તે અખાના જીવન કાળમાં હોઈ પણ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org