________________
અખો
૧૩ તેણે કંઠી સોનાની ઘડી આપી. મૂળ સોનું રૂ. ૩૦૦)નું હશે. તેણે પોતાના પદરનું રૂ. ૧૦૦)ના આશરાનું સોનું ઉમેરી કંઠી રૂ. ૪૦૦)ની કિંમતની કરી આપી, સોની સગી બહેનનું પણ ન છોડે. એવી માન્યતાને વશ થઈ તે બાઈને અણવિશ્વાસ આવવાથી, ભેળસેળથી વજન વધારી આપ્યું હશે એમ સમજી કંઠી તોડી સોનાનો કસ કઢાવ્યો, અને તેની ખાત્રી થઈ કે તેનો દાગીનો રૂ. 300) ઉપરાંતની કિંમતનો છે. તે કંઠી ફરીથી સંધાવવા અખા પાસે આવી, અને કંઠી શી રીતે તૂટી તે બાબતની ચોકશી કરતાં તે બાઈએ સાચી હકીકત કહી દીધી. આ પ્રસંગથી પણ તેનું મન સંસારથી ઘણું ખાટું થઈ ગયું.
આ બે વિરાગના પ્રસંગોની ઊંડી અસરને લીધે તે તે જમાનાના સાધુઓના ફરતા ઝુંડમાં તીર્થયાત્રાએ નીકળી પડ્યો. તે જમાનામાં હિંદુસ્તાનમાં સાધુસંતોનાં ઝુંડો ભજનકીર્તન કરતાં તીર્થયાત્રાએ ફરવાવાળાં બહુ હતાં. તીર્થયાત્રાના ઉદ્દેશનો પ્રસિદ્ધ શ્લોક તેણે પોતાના જીવનના ધ્યેયમાં ઉતાર્યો જણાય છે.
मार्गे मार्गे निर्मलं साधुवृंदम् - વૃંદે વૃકે તત્ત્વચિંતાનુવઃ |
वादे वादे जायते तत्त्वबोधः बोधे बोधे सच्चिदानंदभासः ॥
પ્રાચીન ભાગવત સંપ્રદાય અને શ્રીમદ્ વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈત સંપ્રદાયમાં ભેદ આ પ્રવાસમાં તે સમયમાં નિદાન સો વર્ષથી સ્થપાયેલા શ્રી વલ્લભાચાર્યજીના શુદ્ધાદૈત મતનો સામાન્ય જનોમાં સારો પ્રવેશ થઈ ચૂક્યો હતો. તે ભક્તિસંપ્રદાય જૂના પાંચરાત્ર સિદ્ધાન્તના ભાગવત સંપ્રદાય કરતાં જુદા પ્રકારનો હતો. પાશુપત સંપ્રદાયનો પશ્ચિમમાં સર્વાશ લોપ થઈ ગયો હતો. મુસલમાની રાજયમાં હિંદુઓના શુદ્ધ આચાર ધર્મને, તથા મૂર્તિપૂજા અને આચાર્યના શરીરમાં શ્રી કૃષ્ણના સર્વભાવોના સ્થાપનપૂર્વક ભક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org