Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ ૧૪ અખો કરવાની પ્રથાની સારી રીતે સ્થાપના થઈ ગઈ હતી. તેમાં પણ પાર્થસારથિ શ્રીકૃષ્ણની પૌરુષ ભાવનાને બદલે ગોપીવલ્લભ શ્રીકૃષ્ણની લલિત ભાવના પ્રવેશ પામી હતી. લોક સમાજ વૈષ્ણવોના ભક્તિપ્રધાન ધર્મમાં રચી પચી રહ્યો હતો; અને સ્માર્તોનો જ્ઞાનપ્રધાન ધર્મ સંકુચિત થયો હતો. જૂનો શાંકરવેદાન્તનો સ્માર્ત સંપ્રદાય જેમાં ભક્તિ ગૌણ અને જ્ઞાન મુખ્ય તેનો પ્રચાર માત્ર વિદ્વાન શિષ્ટ સંન્યાસીઓમાં અથવા અવધૂત યોગીઓમાં હતો. પરંતુ જમાનાનો વેગ વિચારને બદલે આચારમાં વધારે વળ્યો હતો. મુસલમાનોનો જેટલો મૂર્તિનો વિધ્વંસક વેગ પાછલાં પાછલાં પાંચ છ સૈકામાં થયો તેના પ્રત્યાઘાત તરીકે નવાં મંદિરોમાં, અને આચાર્યાદિનાં શરીરોમાં મૂર્તિપૂજાનો આગ્રહ હિંદુ પ્રજામાં તેટલો જ ઘર ઘાલી બેઠો હતો. તેથી અમૂર્ત બ્રહ્મના તાત્ત્વિક વિચાર કરનાર સાધુસંન્યાસીઓ ઘણે ભાગે તીર્થયાત્રાનાં સ્થળોમાં અને કાશી આદિ પ્રાચીન વિદ્યાનાં પ્રતિષ્ઠિત પામેલાં સ્થાનોમાં રહેતા હતા. આ આચારને ગૌણ માનનાર અને વિચારને પ્રાધાન્ય આપનાર સંન્યાસીઓ વેદાન્તશાસ્ત્રના ગ્રંથોનું શ્રવણ કરાવવાનો નિયમ પાળતા હતા. શ્રોતાવર્ગ શ્રવણનો લાભ લે છે કે કેમ તે બાબતનો નિર્ણય કરવાની ગરજ ભાગ્યેજ સંન્યાસીઓ રાખતા. કોઈ વિલક્ષણ તત્ત્વજ્ઞાનના રસિક અને વિવેકવૈરાગ્યાદિ સાધનવાળા આ શ્રવણના નિયમિત સેવન વડે મૂલ સંસ્કૃત ભાષાના ગ્રંથોનાં રહસ્યો લોકભાષામાં સમજી લેતા. આવો પ્રસંગ અખાને મણિકર્ણિકાના ઘાટ ઉપર એક નાના મઠમાં થોડા શ્રોતાઓને અત્યંત નિઃસ્પૃહતાથી શ્રવણ કરાવતા બ્રહ્માનંદ સ્વામીથી અપાતા શ્રવણનો લાભ મળ્યો. બ્રહ્માનંદ સ્વામીનો સંબંધ-અખાની શ્રવણનિષ્ઠા જાતે સોની હોવાથી મઠની દીવાલ બહાર કથાશ્રવણ નિયમિત બાર માસ પર્યંત તેણે કર્યું. એક પ્રસંગે નાનું શ્રોતામંડળ ઝોકાં ખાતું હતું. ત્યારે શ્રવણમાં હોંકારો ભણનાર માત્ર અખો જ જણાયો. તેણે શ્રવણના મુદ્દાઓનો અનુવાદ કર્યો. અને ગુરુએ તેના ઉપર અનુગ્રહ કર્યો. આ બ્રહ્માનંદની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82