________________
અખો
૧૬
અખાના ગુરુ બ્રહ્માનંદ સ્વામી ઘણે ભાગે પંડિતોના ગુરુ થવા કરતાં ભોળા અને શુદ્ધ હૃદયના બ્રાહ્મણ જાતિમાં નહિ જન્મેલા અધિકારીજનોને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપી કૃતાર્થ કરનારા હતા. આ બ્રહ્માનંદને આવા ચાર શિષ્યો હતા :
બ્રહ્માનંદજી
બુટાજી ગોપાળ
અખાજી
નરહરદાસજી ““સંતોની વાણીના સંગ્રહકાર અને પ્રકાશક ભગવાનજી મહારાજ જેમના અખાજી સાતમી પેઢીના ગુરુ થાય, તેઓ એક સાખી સંતોમાં પ્રચલિત જણાવે છે કે :
“અખાએ કર્યો ડખો, ગોપાળે કરી પૅસ,
બૂટે કર્યો કૂટો, નરહરને કહે શીરાવા બેસ” ગોપાળદાસ નામના એક કવિએ ગોપાળગીતા લખી છે. આ કવિ મૂળ સુરતનો વતની હતો, અને તેણે ઈ.સ. ૧૯૫૦માં અમદાવાદમાં ““ગોપાળગીતા' લખ્યાનો ઉલ્લેખ મળી આવે છે. આ કવિ કદાચ આ સાખીમાં જણાવેલો ગોપાળ હોઈ શકે. તેવી જ રીતે બૂટીઆ ભગતનાં પદો પણ છૂટક મળી આવે છે. નરહરિદાસ સંબંધી ચોક્કસ માહિતી નથી, પરંતુ એક નરહરિદાસે સંવત ૧૬૭૭ અથવા ઈ.સ. ૧૯૨૧માં ગુજરાતીમાં એક ભગવદ્ ગીતાનું પદ્યમાં સુંદર ભાષાન્તર કર્યું છે. આ નરહરિ ગ્રંથની અવધિએ :
“શ્રી ગુરુ બ્રહ્મ ચૈતન્ય પ્રસાદ, ગાયો નરહરિએ સંવાદ”એ પ્રકારે ગુરુ અને બ્રહ્મનો અભેદભાવે ઉલ્લેખ કરે છે. તે બ્રહ્માનંદ ગુરુના શિષ્ય હોઈ શકે. પરંતુ બ્રહ્માનંદ એવો સ્પષ્ટ નામનિર્દેશ જણાતો નથી. તેથી ચોક્કસ અનુમાન નીકળી શકતું નથી. નરહરિદાસને નામે ““નરહરિગીતા” ઉપરાંત
વસિષ્ઠસાર” (. ૧૬૭૪) “ભક્તમંજરી” અને “ઉદ્ધવગોપીસંવાદ” નામના ગ્રંથો ચાલે છે. વડોદરા રાજ્યમાં તેની લેખી પ્રતો છે. એમ મને સમાચાર મળ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org