Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ અખો ૧૧ કામરહિત તે કામનો વેશ, તેનો જ્ઞાની પંડિતને ન લાધે દેશ. પ્રેમાનંદી જ્યાં માય ને વાય, અલ્પાબંદીને અટપટું જણાય. ૭૨૭ અલ્પાનંદી પોતાને પ્રેમાનંદી ભણે, જેમ વાંઝણી પુત્ર ખોળામાં ગણે વાંઝણી પુત્ર શોભા અભિમાન, પણ ઉદરમાં નથી ઉપર્યું ગણે સંતાન એમ અલ્પાનંદી પોતાને ગણે ભલ, અખા પ્રેમાનંદ નથી ઉપન્યો પલ ૭૨૮ એમ ગાય વજાડે ગુણીજન ઘણા, રગે રૂપાળા નહિ કંઈ મણા કંઠે સૂર તાળીને તાન, ગમે ગંધર્વને પાતરનું ગાન. પણ અખા એતો કસબણ કહેવાય, પતિવ્રતા પૂર્વે તેમ ગાય. ૭૨૯” કવિ પ્રેમાનંદનો જીવનકાળ સંવત ૧૬૯૨-૧૭૯૦ (ઈ. સ. ૧૬૩૬૧૭૩૪)નો લગભગ નિર્ણત થયો છે. તેની પહેલી કૃતિ “સ્વર્ગ નિસરણી” અને બીજું કાવ્ય ““લક્ષ્મણાહરણ છે. આ બીજું કાવ્ય રચ્યા સાલ ૧૭૨૦ની છે. (જુઓ પૃ. ૨૩, ““પ્રેમાનંદ', સયાજી સાહિત્યમાળા.) આ ઉપરથી તેની પહેલી કૃતિ કદાચ સંવત ૧૭૧૫ના અરસામાં થઈ હોય તો સંભવિત છે. તે પહેલાં કવિ પ્રેમાનંદે ભાણભટીઆ ટોળી સ્થાપી હતી. તેની ટોળીમાં લગભગ ૧૦૦ માણસો હતાં, તેમાં બાવન મુખ્ય હતા. કવિ વલ્લભ કહે છે : છે નવદાસ અને ભાઈ ચારજ, રત્નભલાં દ્રય શિષ્ય કહાવે. છે ભવરાશ, અને બાઈ રબારજ, રત્ન મળ્યાં કઈ વિશ્વ વહાવે. છે વીર પંચજ જી ગણીએ ત્રય, નંદ ચતુરનું નામ સુહાવે. છે "વીર વલ્લભ શે ગણીએ ગણ, એકજ પ્રેમનું નામ કહાવે. ઉપર પ્રમાણે પરની ટોળી હતી. આ ટોળી પોતાને “પ્રેમાનંદી” ગણી ગુજરાતમાં ફરતી હતી. કવિ પ્રેમાનંદના નામથી તેઓ વેશ ભજવતા હતા. અને ભક્તિની હિમાયત અને મહિમા પ્રજામાં વધારતા હતા. આ વેશધારી ટોળી જોઈ કવિ પ્રેમાનંદની સાચી સાચી ‘‘આકરી ભક્તિ” વિનાના આ “અલ્પાનંદી” અનુયાયીઓ પોતાને ““પ્રેમાનંદ” પ્રકટ્યો છે એમ માની લે છે. જેમ વાંઝણી પુત્ર પોતાના ખોળામાં ગણે તેમ તેઓ પ્રેમાનંદ ખોળામાં છે એમ ગણે છે. અને આ ટોળી વેશધારી ગંધર્વ અને પાતરો જેવા છે, એવો કટાક્ષ ઉપરના અખાના છપ્પામાં શ્લેષ છાયા વડે તરવરે છે. આ છપ્પામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82