________________
પ્રથમ વ્યાખ્યાન (૧) અખાનું જીવન અને પરિસ્થિતિ
અખાનું ફરજીવન
રાજ્ય પરિસ્થિતિ ગુજરાતમાં હિંદુરાજ્યના અસ્ત પછી મુસલમાન રાજયના ઉદય તથા અસ્ત પ્રસંગો ઈ.સ. ૧૪૧૧થી ૧૮૧૮ સુધીમાં ચાર આવી ગયા છે. અને તેના અંગે ગુજરાતની રાજધાની અમદાવાદની ચઢતીપડતીના પણ ચાર સમયો આવ્યા છે. સુલતાન અહમદ પહેલાએ અમદાવાદ નગરની સ્થાપના ઈ.સ. ૧૪૧૧માં કરી. ત્યાંથી તે ઈ.સ.૧૫૧૧ સુધીના શતકમાં અમદાવાદના સ્થાનિક મુસલમાન રાજાઓએ તે શહેરની સારી આબાદી કરી હતી. ત્યાર પછીનાં સાઠ વર્ષ (ઈ.સ.૧૫૧૨થી ૧૫૭૨) સુધીમાં તે નગરની પડતી આવી; અને મોગલ બાદશાહ અકબરે તે નગરમાં તા.૧૮-૧૧-૧૫૭૨માં જીત કરી પ્રવેશ કર્યો. ત્યારપછી મોગલ શહેનશાઈના પ્રાંત તરીકે ગુજરાતની રાજ્યક્રાંતિ થઈ, અને તે રાજ્યતંત્રના સમયમાં (ઈ.સ.૧૫૭થી ૧૭૦૭) મોગલ રાજવંશીઓ સૂબા તરીકે ત્યાં રહેતા મોગલાઈની પડતી ઔરંગજેબના રાજયસમયથી થઈ, અને ત્યારપછી અમદાવાદાની પણ ૧૭૦૭થી ૧૭૧૮ સુધીમાં પડતી થઈ. ત્યાર પછી પાંચમા સમયમાં (૧૮૧૮થી આજસુધી) બ્રિટિશ રાજ્યની છત્રછાયા નીચે અમદાવાદ પુનઃ વ્યાપારધંધામાં ચઢતું થયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org