Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ અખો પરંતુ ઉપરના અવતરણ ઉપરથી જે બે અનુમાનો તારવ્યાં છે ૧. અખાએ બાવન વર્ષની ઉંમરે પોતાનો લખવાના પ્રયાસનો પ્રારંભ કર્યો; અને (૨) “અખેગીતા” એ અખા ભગતનો પ્રથમ ગ્રંથ છે-તે મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે યોગ્ય નથી. પ્રથમ અનુમાન-‘‘બાવનેથી બુધ્ય આધી વટી ભણ્યા ગણ્યાથી રહી ઉલટી'' એ પંક્તિમાં ‘બાવન’ વડે બાવન વર્ષનો અર્થ જે કરવામાં આવે છે તે જ ભ્રમ છે. અખો ‘બાવન' શબ્દનો જે ઉલ્લેખ કરે છે તે બાવન વર્ષનો નહિ, પરંતુ ગુજરાતી લિપિના પ૨ અક્ષરોને લગતો કરે છે અને આ ઉલ્લેખ તે ઘણાં સ્થળે કરે છે. જુઓ નીચેની પંક્તિઓ, ૧. બાવનથી બુધ્ધ આધી વટી, ભણ્યાગણ્યાથી રહિ ઉલટી'. ,, (‘‘પ્રાપ્તિઅંગ” ૨૪૨) ૨. ‘બાવન બાહરો રે, હિર નાવે વાણી માંહ્ય” (અખાનું પદ ૧૯મું) ૩. રાજ્ય આશરો અક્ષરનો અખા, જે છે બાવનથી વળી બાર' (અખાનું પદ ૧૩૭મું) ૪. ‘બોલું બાવન માંહ્ય, એ બુધ્ધ વિલાસ બુધ્ધે કર્યો.” (સોરઠા, ૧૧૧) આ બધાં અવતરણોમાં અખો એમ કહેવા માગે છે કે હરિતત્ત્વ અથવા પરમાત્મતત્ત્વ બાવન અક્ષરની શબ્દજાળથી પર છે. અને તે (બાવન અક્ષરથી બ્હાર' એટલે શબ્દ બ્રહ્મથી તે વસ્તુ અથવા પરબ્રહ્મ ચઢીઆતું છે. મનુષ્યનાં જ્ઞાનનાં સાધનો બુદ્ધિ તથા વાણી તે ‘બાવન બ્હાર’ના) તત્ત્વને સ્પર્શ કરી શકતાં નથી માત્ર તેનો આશ્રય લેવામાં આવે છે. જેઓ તે ‘બાવન’ અક્ષરની શબ્દજાળમાં ગુંચાઈ પંડિતો ગણાય છે તેવા ‘ભણ્યાગણ્યાથી’ તે બુદ્ધિ ઊલટી અથવા ઊંધી રહે છે. સારાંશ શબ્દશાસ્ત્રમાં ગૂંચાયેલા આ બાવનજ્હારના તત્ત્વને ઓળખી શકતા નથી. ૬ બીજું અનુમાન કરવામાં આવે છે કે ‘‘અખેગીતા'’તે અખાની પહેલી કૃતિ છે તે પણ અયોગ્ય છે. ‘“અખેગીતા” એ છુટક પદોનો સંગ્રહ નથી. પરંતુ પ્રકરણ ગ્રંથ છે. તેમાં વૈષ્ણવબ્રહ્મસંબંધ કરાવનાર શ્રીગોકુળનાથજીથી સંતોષ નહિ પામેલા અખાએ કાશીનિવાસ કરી રહેલા બહ્માનંદગુરુના સંબંધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82