Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ અખો તિલક કરતાં ત્રેપન વહાં, જપમાળાનાં નાકાં ગયાં. તિરથ ફરી ફરી થાક્યા ચરણ, તોએ ન પહોંચ્યા હરિને શરણ.” મારા અનુમાન પ્રમાણે છપ્પામાં તે બ્રહ્માનંદ ગુરુનો સ્પષ્ટ ઉલ્લેખ કરતો નથી, અને “અખેગીતામાં તેમના નામ વડે નિર્દેશ કરે છે. તેથી “અખેગીતા' છપ્પા પછીની જણાય છે. અને તે ત્રણ ચાર વર્ષ પછી લખાઈ હોય તો સંવત ૧૭૦૫ અથવા ઈ. સ. ૧૬૪૯માંથી છપ્પન વર્ષ બાદ કરીએ તો અખાને જન્મ સમય ૧૫૯૩ અથવા લગભગ ૧૬૦૦ આવે. શ્રીકૃષ્ણલાલ ઝવેરી જન્મસમય ઈ. સ. ૧૬ ૧૫ દર્શાવે છે. તે આ કાલનિર્ણય સાથે ઘણે ભાગે બંધબેસતો આવે છે. તે સંબંધમાં કેટલાક અનુમાનોમાં દોષ. અખાના જીવનસમયના નિર્ણયમાં તેની પ્રાપ્તિઅંગ”ની નીચેની પંક્તિઓનો ઉપયોગ શ્રી અંબાલાલ બુલાખીરામ જાનીએ પોતાના “અખા ભક્ત અને તેની કવિતા”એ નિબંધમાં કર્યો છે, તથા સ્વામી સ્વયંજયોતિએ અખાનો પરિચય”એ નિબંધમાં કર્યો છે :બાવનેથી બુધ્ધ આદી વટી, ભણ્યા ગણ્યાથી રહી ઉલટી” (““પ્રાપ્તિ અંગ.” ૨૪૨) શ્રી અંબાલાલ જાની લખે છે કે - ““અખા ભગતના જન્મમરણ સંબંધી સાલ વગેરેની માહિતી મળતી નથી” પરંતુ ઉપર જ એક પંક્તિ બાવનથી'ઇત્યાદિ આપેલી છે. તે જોતાં તથા “ત્યાર પછી ઉઘડી મુજ વાણએ પંક્તિનો સંબંધ તેની સાથે ઘટાવતાં અનુમાન કરી શકાય છે કે કવિએ પોતાના પ્રયાસનો પ્રારંભ બાવન વર્ષની ઉંમરે કર્યો હોય. અખેગીતા" એ અખા ભગતનો પ્રથમ ગ્રંથ છે. તેમાં ૧૭૦૫ની સાલ આપેલી છે, તો તે ઉપરથી ૧૬૫૩ની સાલમાં અગર તે અરસામાં કવિ જન્મ્યા હોય એમ અનુમાની શકાય. વનમાં પેઠા પછી કવિતા કેમ કરી શક્યા એવી કોઈ ને શંકા થાય તો તેનું નિરાકરણ આ છે કે : આવાજ ભાવનાં વાક્યો સ્વામીસ્વયંજયોતિ પણ લખે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82