________________
અખો માર્મિક વચનો બોલતો હતો. (છપ્પા કવિઅંગ ૨૧-૨૩, ફુટકળ અંગ ૭ર૬-૭૨૯: વિશ્વરૂપ અંગ ૧૫૦.)
૩. બાળ લગ્નનો પ્રચાર હતો. ઉદાહરણ :- “ગુરૂ જૈ બેઠો હોંશે કરી, કંઠે પાણ શકે કેમ તરી.
જ્યમ નાર નાનડી હવું પ્રસૂત, વળતી વાપે નહિ અદ્ભુત.' ૪. કવિઓમાં રાગદ્વેષ હાલના જેવા જ હતા. ઉદાહરણ :- “કવિતા થયે ન કાઢ્યું કર્મ, અખા ન સમજે મૂળગો મર્મ,
મહા પુરુષ કહાવે માંઈ બલી, વેષ પહેર્યો પણ ટેવ ન ટળી, સ્તુતિ નિંદા અદેખાઈ આધ, પેરે ખાઈ પણ વાધી વાળ, અખા કૃપાવિના જીવ બુધી, પાક્યું ઈદ્રવારણું ને કટુતા વધી.”
(છપ્પા ર૬૬) અખાના કાળનો નિર્ણય ૧૬૧૫-૧૬૭૫ અખાના જીવનસમયનો નિર્ણય બાહ્ય સાધનો દ્વારા થઈ શકે એમ નથી; પરંતુ તેના ગ્રંથોનાં આંતરસાધનો વડે લગભગ વિશ્વાસપાત્ર રીતિએ થઈ શકે છે. તે પ્રમાણે તેનો સમય ઈ. સ. ૧૬૧૫-૧૬૭૫ના અરસામાં પડે છે.
“અખેગીતા' નામનો તેનો પ્રકરણ ગ્રંથ તેની પ્રૌઢ મતિનું ફલ છે. તે ગ્રંથના અંતમાં તે લખે છે કે :
સંવત સત્તર પચલોતરો, શુક્લ પક્ષ ચૈત્ર માસ
સોમવાર રામનવમી, પૂરણ ગ્રંથ પ્રકાશ.” સંજ્ઞા ટુ વાળી લેખી પ્રતમાં પૃષ્ઠ ૬૩માં સંવત ૧૭૦૫ એવા આંકે બાંધેલા શબ્દો છે. તેથી તથા જે માસ, પક્ષ, તિથિ અને વારનો યોગ આપ્યો છે તે પ્રમાણે સંવત ૧૭૦૫ની સાલ ચોક્કસ થઈ શકે છે. અખાના છપ્પાના છેલ્લા ફુટકળ અંગ’ના આરંભમાં તે ઘણું કરીને પોતાના ઉદેશી લખે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org