________________
અખો નિંદક છે એવો આક્ષેપ આવી પડ્યો છે. શ્રી કૃષ્ણલાલ ઝવેરીના
Milestones in Gujarati Literature Vol. 1 પૃ. ૬૧માં આ છપ્પો નીચે પ્રમાણે છપાયો છે :
ગુરુ કીધા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ; ધન હરે ધોકો નવ હરે, એ ગુરુ કલ્યાણ શું કરે (પૃ. ૧૬૦)
પ્રોફેસર ગજેન્દ્રશંકર પંડ્યા પોતાના તા. પ-૧ર-ર૬ના “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ અંગો” એ વિષય ઉપરના ભાષણમાં આ પાઠનો અનુવાદ કરે છે. સસ્તા સાહિત્યની અખાની વાણીમાં આ પાઠને બદલે નીચે પ્રમાણે પાઠ છે :
ગુરુ કર્યા મેં ગોકુળનાથ, ગુરુએ મુજને ઘાલી નાથ;
મન ન મનાવી સદ્ગુરુ થયો, પણ વિચાર નગરાનો રહ્યો.
આ બંને પાઠો કઈ લેખી પ્રત ઉપરથી ઉદ્ધત થયા છે તે જણાતું નથી, પરંતુ મને લાગે છે કે પ્રથમ પાઠ તો લોકોક્તિને અનુસાર ઊતરી આવ્યો હશે, અને બીજો પાઠ કદાચ કોઈ લેખી પ્રતને આધારે હશે, પરંતુ ઈ. સ. ૧૮૫૨ની સાલમાં છપાયેલા અને અમદાવાદની પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળ તરફથી પ્રસિદ્ધ થયેલા અખાજીના છપ્પામાં પાઠ નીચે મુજબ છે :
ગુરુ કર્યા મેં ગોકુળનાથ, નગરા મનને ઘાલી નાથ;
મન મનાવી સગુરુ થયો, પણ વિચાર નગુરાનો નગુરો રહ્યો.
આ જૂનામાં જૂનો પાઠ સપ્રમાણ છે અને શુદ્ધ છે. પ્રકરણ વડે સમજાય છે કે લોકરૂઢિને વશ વર્તી તેણે શ્રીગોકુળનાથજીને ગુરુ કર્યા, અને પોતાના નગુરા' એટલે ગુરુ વિનાના અને વગર નાથના બળદ જેવા મનને નાથ ઘાલી તથા મનનું માત્ર સમાધાન કરી સગરા એટલે ગુરુવાળો થયો, પરંતુ તેના વિચાર જે સ્વતંત્ર હતો તે “નગુરો” એટલે ગુરુભાવવાળો ન રહ્યો.
આ ત્રીજો પાઠ જે ખરો છે તેમાં ગોકુળનાથજી ગુરુની પ્રથમ પાઠમાં જે નિંદા છે તે નથી. તેમ બીજા પાઠમાં જે “મન ન મનાવી સદ્દગુરુ થયો એ અર્થહીન પાઠ છે તે ત્યજી દેવાય છે. આ ત્રીજા પાઠથી આપણે બે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org