Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૬
૫૧
અબાધારહિત સમુપવિષ્ટ - ૪ - પ્રમુદિત-હર્ષ પામેલ, ક્રીડા કરવાને આરંભેલ, તેમના, ગીતમાં રતિ જેમને છે, તે ગીતતિ, ગંધર્વ વડે કરાયેલ તે ગાંધર્વ-નાટ્યાદિ, તેમાં હર્ષિત મનવાળા. - x » X -
ગધ આદિ ભેદથી આઠ ભેદે ગેય, ત્યાં ગધ-જેમાં સ્વર સંચાથી ગધ ગવાય છે. જે પધ-વૃત્તાદિ જે ગવાય છે, તે પધ, જેમાં કથિકાદિ ગવાય છે, તે કથ્ય, પદબદ્ધ જે એકાક્ષરાદિ તે પાદબદ્ધ-જે વૃત્તાદિ ચતુર્ભાગ માત્રમાં પાદમાં બદ્ધ, ઉક્ષિપ્તક પ્રથમથી સમારંભ કરાતા, પ્રવૃત્તક-પ્રથમ સમારંભથી ઉર્ધ્વ આક્ષેપપૂર્વક પ્રવર્તમાન. મંદાક-મધ્ય ભાગમાં સર્વ મૂર્ખનાદિ ગુણયુક્ત મંદ-મંદ સંચરતા, ધીમે-ધીમે પ્રક્ષેપ કરાતો સ્વર જે ગેયના અવસાને છે તે રોચિતાવસાન.
સપ્તસ્વર-પડ્ત આદિ - ષડ્જ, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નેસ એ સાત સ્વરો છે. તે સાતે સ્વરો પુરુષ કે સ્ત્રીની નાભિથી ઉદ્ભવે છે. તથા આઠ રસ - શ્રૃંગારાદિ વડે પ્રકર્ષથી યુક્ત છે, તથા અગિયાર અલંકાર પૂર્વ અંતર્ગત્ સ્વર પ્રાભૂતમાં સારી રીતે અભિહિત છે. તે પૂર્વે હાલ વિચ્છેદ પામેલ છે. - x - તથા છ દોષ રહિત - તે છ દોષ આ પ્રમાણે છે –
(૧) ભીત-ત્રાસ પામેલ, જો ત્રાસ પામેલ મન વડે ગવાય, ત્યારે ભીતપુરુષના નિબંધનત્વથી, તે ધર્માનુવૃત્તત્વથી ભીત કહેવાય છે. (૨) દ્વૈત-જે ત્વરિત ગવાય છે, ત્વરિત ગાવાથી રાગ-તાનાદિ પુષ્ટિ અક્ષર વ્યક્તિ થતી નથી. (૩) ઉપિચ્છ-શ્વાસ સંયુક્ત, (૪) ઉત્તાલ-પ્રાબલ્યથી અતિતાલ કે અસ્થાનતાલ, તાલ તે કંસિકાદિ સ્વર વિશેષ. કાકવરૂશ્લષ્ણાશ્રવ્ય સ્વર, અનુનાસ-નાસિકાથી નીકળતા.
આઠ ગુણો વડે યુક્ત - તે આઠ ગુણો આ પ્રમાણે છે –
(૧) પૂર્ણ-જે સ્વરકલા વડે પૂર્ણ ગવાય છે. (૨) ક્ત-ગેય રાગાનુક્તથી જે ગવાય છે તે. (૩) અલંકૃત્ - અન્યોન્ય ફ્રૂટ શુભ સ્વર વિશેષના કરણથી અલંકૃત્, (૪) વ્યક્ત - અક્ષર સ્વર સ્ફુટકરણથી, (૫) અવિધુષ્ટ - વિકોશની જેમ જે વિસ્વર ન થાય તે. (૬) મધુર - કોકિલાના શબ્દ સમાન, (૭) સમ-તાલવંશ સ્વરાદિ સમનુગત, (૮) સુલલિત-સ્વર ધોલના પ્રકારથી અતિશય લલન્ સમાન. -
X - X -
આ આઠ ગુણો ગેયના હોય છે. આના રહિત વિડંબના માત્ર છે. આ આઠ ગુણો મધ્યે કંઈક વિશેષ પ્રતિપાદનાર્થે કહે છે – રક્ત-પૂર્વોક્ત સ્વરૂપ, ત્રિસ્થાનકરણશુદ્ધ, ત્રણ સ્થાનો-ઉરસ્ વગેરે, તેમાં ક્રિયા વડે શુદ્ધ, તે – હૃદય શુદ્ધ, કંઠ શુદ્ધ, શિરોવિશુદ્ધ.
તેમાં જે હૃદયમાં સ્વર વિશાલ હોય તો ઉરોવિશુદ્ધ, પણ જો તે કંઠમાં અસ્ફૂટિત વર્તતો હોય તો કંઠ વિશુદ્ધ, જો વળી મસ્તકે પ્રાપ્ત થઈ અનુનાસિક થાય તો શિરોવિશુદ્ધ અથવા ત્રણે સાથે વિશુદ્ધ હોય.
સકુહર - સાછિદ્ર, ગુંજન-શબ્દ કરતો જે વંશ તે તંત્રી-તલ-તાલ-લય
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
ગ્રહીને તેના વડે અતિશય સંપ્રયુક્ત વર્ષે અર્થાત્ કુહર સહિત વંશમાં ગુંજે અને તંત્રી વડે વગાડાતા, જે વંશ-તંત્રી સ્વર વડે અવિરુદ્ધ હોય તે સકુહરગુંજવંશતંત્રી સંપ્રયુક્ત છે. પરસ્પર આહત-હસ્તતાલ સ્વરાનુવર્તી જે ગીત, તે તાલમાં સંપયુક્ત. જે મુરજ-કંશિકા આદિ આતોધના આહતનો જે ધ્વનિ અને નર્તકી પાદોક્ષેપથી નર્તન કરે તે તાલસાંપ્રયુક્ત. - x - લયને અનુસરીને ગાવું તે લયયુક્ત. વંશ તંત્રી આદિ વડે સ્વર ગ્રહીને સમ સ્વરથી ગવાય તે ગ્રહસંપ્રયુક્ત - x - તેથી
જ મનોહર છે.
પર
વળી તે કેવું છે, તે કહે છે – મૃદુ સ્વરથી યુક્ત, નિષ્ઠુર વડે નહીં. જેમાં સ્વર અક્ષર અને ઘોલના સ્વર વિશેષમાં સંચરતો રાગ અતિ ભારે તે પદસંચારને રિભિત કહે છે. ગેય નિબદ્ધમાં સંચાર જેમાં છે તે મૃદુરિભિત પદ સંચાર, શ્રોતાને જેમાં સારી રતિ થાય તે સુગતિ. જેના અવસાનમાં નમવાપણું છે તે સુનતિ. - ૪ -
કયા સ્થાને ? તે કહે છે – દેવસંબંધી, નૃત્યવિધિમાં સજ્જ તે નાટ્ય સજ્જ ગીતવાધમાં, તેવી નાટ્યવિધિ પણ સુમનોહર થાય. ઉક્ત સ્વરૂપ ગેય, ગાવાને આરંભનારના જે શબ્દો અતિમનોહર હોય છે, શું તે એવા પ્રકારનો તે મણી અને તૃણોના શબ્દ છે ? દૃષ્ટાંત સર્વ સામ્ય અભાવથી હોય, તેથી તે પદનું ઉપાદન છે. આમ પૂછતાં ભગવંતે કહ્યું – ગૌતમ ! કંઈક એવા પ્રકારે શબ્દ હોય.
હવે પુષ્કરિણી સૂત્ર – તે વનખંડના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણી નાની-મોટી વાવો, પુષ્કરિણીઓ, દીáિકાઓ, ગુંજાલિકાઓ ઈત્યાદિ સ્વચ્છ, લક્ષ્ણ, રજતમય કીનારાવાળી, સમતીર, વજ્રમય પાષાણયુક્ત, તપનીયતળવાળી, સુવર્ણ શુભરજત વાલુકાઓ - ૪ • તથા વિવિધ મણિ તીર્થ સુબદ્ધ, ચતુષ્કોણ, અનુપૂર્વ સુજાત વપગંભીર શીતળ જળ, સંછન્નમાદિ, ઘણાં ઉત્પલ, કુમુદ ઈત્યાદિના કેસરાથી ઉપચિત, ષટ્ચદ પરિભોગ કરતાં કમળો, વિમલ સલિલપૂર્ણ, ભ્રમણ કરતાં મત્સ્ય, કાચબાદિ - ૪ - પ્રત્યેક પાવરવેદિકા પરિક્ષિપ્ત, પ્રત્યેક વનખંડ પરિક્ષિપ્ત, કેટલુંક આસવ ઉદક, કેટલુંક વારુણુદક, કેટલુંક ક્ષોદોદક આદિ ઉદકરસથી પ્રાસાદીયાદિ
કહેલ છે.
ઉક્તસૂત્રની વ્યાખ્યા – ઘણાં ક્ષુદ્ર અને લઘુ-ક્ષુલ્લિકા, વાપી-ચોરસ આકારે, પુષ્કરિણી-વૃત્તઆકારે, દીધિકા-સારણી, તે જ વક્રાગુંજાલિકા, ઘણાં પુષ્પો અવકીર્ણ હોય તે સરોવર, ઘણી સરની એક પંક્તિથી રહેવું તે સરપંક્તિ, ઘણી સરપંક્તિ તે સરસરપંક્તિ, બિલ-કૂવા, તેની પંક્તિ બિલપંક્તિ, આ બધાં કેવા પ્રકારે છે ? તે કહે છે –
અખ્ખુ - સ્ફટિકવત્ બહારનો નિર્મળપ્રદેશ, લક્ષ્મ-પુદ્ગલ નિષ્પાદિત બાહ્ય પ્રદેશ, રજતમય કિનારા જેના છે તથા, સમ-ખાડા આદિનો સદ્ભાવ નથી, તીરવર્તી સ્થાનો જળ વડે પૂતિ છે, તે સમતીર, પાષાણ-વજ્રમય છે, હેમ વિશેષમય તળીયું