Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૧૩
નામે બીજા પદમાં કહેલ છે. જેમકે નીચે પુષ્કર કર્ણિકા સંસ્થાન સંસ્થિત, વિપુલ ગંભીર ખાત વરિખા, પ્રાકાર - અટ્ટાલક-કપાટ-તોરણ-પ્રતિદ્વાર દેશભાગ, યંત્ર-શતનિમુસલ-મુસુંઢી પરિવારિક ઇત્યાદિ - ૪ - ૪ - ૪ - ૪ - X -
હવે ઉક્ત સૂત્રની વ્યાખ્યા કહે છે – નીચેના બાગમાં પુષ્કર કર્ણિકા સંસ્થાન સંસ્થિત છે, ઉત્કીર્ણ એટલે અતિ વ્યક્ત. જે ખાત-પરીખાનું અંતર ઉત્કીર્ણ છે તે. અર્થાત્ ખાત અને પરીખાનું સ્પષ્ટ, વૈવિકવ્યના મીલન અર્થે અપાંતરાલમાં મોટી પાળી સમ છે. વિપુલ - વિસ્તીર્ણ, ગંભીર - મધ્યભાગ પ્રાપ્ત નથી તે.
ખાત-પરિખામાં આ ભેદ છે – પરિખા, ઉપર વિશાળ છે, નીચે સંકુચિત છે. ખાત-બંને સ્થાને સમ છે. પ્રાકાર - વપ્રમાં પ્રતિભવન અટ્ટાલકા-પાતરની ઉપરવર્તી આશ્રય વિશેષ. કપાટ-પ્રતાલીદ્વાર, આના વડે પ્રતોલી સર્વત્ર સૂચિત છે. અન્યથા કપાટ જ અસંભવ થશે. તોરણ - પ્રતોલી દ્વારમાં હોય છે. પ્રતિદ્વાર - મૂળદ્વારના અપાંતરાલમાં રહેલ લઘુદ્વાર. એ રૂપ દેશવિશેષ જેમાં છે તે.
યંત્ર - વિવિધ પ્રકારે, શતઘ્નિ - મહાયષ્ટિ કે મહાશિલા. જે ઉપરથી ફેંકવામાં આવતા, સો પુરુષોને હણે છે. મુહંઢી - શસ્ત્ર વિશેષ, તેના વડે પરિવારિત - ચોતરફથી વેષ્ટિત. તેથી જ બીજા વડે યુદ્ધ કરવાનું અશક્ય છે. અયોધ્યત્વથી જ સર્વકાળ જય જેમાં છે તે સદા જય અર્થાત્ સર્વકાળ જયંવતી. કેમકે સર્વકાળ ગુપ્ત પ્રહરણ અને પુરુષ વડે યોદ્ધા વડે સર્વથા નિરંતર પરિવાસ્તિપણે બીજાને સહન ન કરતાં થોડો પણ પ્રવેશ અસંભવ છે. - ૪ -
કોષ્ઠક - અપવરક, રચિત - સ્વયં જ રચનાને પ્રાપ્ત જેમાં છે તે. - ૪ - x - જેમાં વનમાલાદિના ચિત્રો છે તે. બીજા કહે છે - અક્રવાત એ દેશી શબ્દ ચે. તે પ્રશંસાવાચી છે. તેથી આવો અર્થ નીકળે કે – પ્રશસ્ત કોષ્ઠક રચિત, પ્રશસ્ત વનમાલાપૃ. ક્ષેમ - પત્ ઉપદ્રવ રહિત, શિવ સદા મંગલયુક્ત, કિંકર - નોકરરૂપ દેવ - ૪ - લાઈઅ-છાણ આદિ વડે ભૂમિનું ઉપલેપન કરવું. ઉલ્લાઈ - ચુના આદિ વડે ભીંત આદિને ધોળવું વગેરે, તે દ્વારા પૂજિત. ગોશીર્ષ-ચંદન વિશેષ. સરસ-ક્તચંદન, દર્દર - દર્દર નામક ચંદન, તેના વડે પંચાંગુણી થાપા દેવાયેલ છે તે. ઉપચિત-નિવેશત, મુકેલા વંદનાકળશ - માંગલ્ય ઘટ, વંદનઘટ - માંગલ્ય કળશ, તેના વડે શોભતા, જે તોરણો તેને પ્રતિદ્વારના દેશ ભાગમાં મૂકેલા છે.
આસક્ત-ભૂમિમાં લાગેલા, ઉત્સત-ઉપર લાગેલા, વિપુલ-અતિ વિસ્તીર્ણ, વૃત્ત-વર્તુળ. વગ્ધારિય - લટકાવેલી, માલ્ટદામ કલાપ-પુષ્પમાળાનો સમૂહ. - X + X - ઉપચાર-પૂજા, અપસરગણનો સંઘ-સમુદાય, તેના વડે સમ્યક્ - રમણીયપણે વિકીર્ણવ્યાપ્ત. દિવ્ય શ્રુતિ-આતોધના જે શબ્દો, તેના વડે સમ્યક્ - કાનને મનોહારીપણે
પ્રકર્ષથી - સર્વકાળ, નતિ-શબ્દ કરે છે. - X + X -
બંને આભિયોગ્ય શ્રેણીના
હવે વૈતાઢ્યના શિખરતલને કહે છે બહુસમરમણીય ભૂમિભાગથી વૈતાઢ્ય પર્વતની બંને બાજુ પાંચ-પાંચ યોજન ઉર્ધ્વ જઈને, આ અંતરમાં વૈતાઢ્ય પર્વતનું શિખતલ કહેલ છે. અને તે શિખતલ એક
-
-
૩
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
પદ્મવવેદિકાથી તેને વીંટળાયેલ એક વનખંડ વડે ચોતરફથી પવૃિત્ત છે. અર્થાત્ જેમ જગતીના મધ્યભાગમાં પાવરવેદિકા એકૈક જગતીને દિશા-વિદિશામાં વીંટાઈને રહેલ છે, તેમ આ સર્વથા શિખતલ પર્યન્ત વીંટીને રહેલ છે. પરંતુ આ લાંબુ, ચાર ખૂણાવાળું શિખરતલ સંસ્થિત હોવાથી આયત ચતુરસ જાણવું. તેથી એક એક સંખ્યાવાળું કહ્યું, તેથી આગળ બહિવર્તી વનખંડ પણ એક જ છે, પરંતુ વૈતાઢ્ય મૂલગત પાવર વેદિકાવનની માફક દક્ષિણ-ઉત્તર વિભાગવત્ બે રૂપે નથી. ક્ષેત્ર વિચાર બૃહવૃત્તિમાં આમ કહ્યું છે.
પ્રમાણ - વિધ્યુંભ, આચામવિષયક. પદ્મવસ્વેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ જાણવું.
હવે શિખરતલનું સ્વરૂપ પૂછે છે – આ બધું જગતીની પદ્મવવેદિકાના વનખંડ ભૂમિ ભાગવત્ વ્યાખ્યા કરવી.
હવે તેની કૂટ વક્તવ્યતા પૂછે છે – ભગવન્ ! જંબૂદ્વીપદ્વીપમાં ભરતઙેત્રમાં વૈતાઢ્ય પર્વત ઉપર કેટલા કૂટો કહેલા છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! નવ કૂટો કહ્યા
છે. તે આ પ્રમાણે
t
-
સિદ્ધ-શાશ્વત કે સિદ્ધ, શાશ્વતી અર્હત્ પ્રતિમાનું સ્થાન તે સિદ્ધાયતન, તેનો આધારભૂત કૂટ તે સિદ્ધાયતન કૂટ. દક્ષિણાદ્ધે ભરત નામે નિવાસભૂત કૂટ તે દક્ષિણાદ્ધ ભરતકૂટ. ખંડ ગુફાધિપતિ દેવનો નિવાસભૂત કૂટ તે ખંડ પ્રપાતકૂટ. મણિભદ્ર નો દેવનો નિવાસભૂત કૂટ તે માણિભદ્રકૂટ. વૈતાઢ્ય નામક દેવના નિવાસભૂત કૂટ તે વૈતાઢ્યકૂટ. પૂર્ણભદ્ર દેવનો નિવાસભૂત કૂટ તે પૂર્ણભદ્રકૂટ. એ પ્રમાણે તમિસગુફાધિપતિ દેવનો કૂટ તે તમસ ગુફાકૂટ, ઉત્તરાદ્ધ ભતકૂટ. વૈશ્રમણકૂટ પણ
જાણવા.
હવે તેમાં પહેલું સિદ્ધાયતનકૂટ સ્થાનનો પ્રશ્ન – • સૂત્ર-૧૪ :
ભગવન્! જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રના વૈતાઢ્ય પર્વત સિદ્ધાયતનકૂટ નામે ફૂટ ક્યાં કહેલો છે? ગૌતમ! પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમથી દાક્ષિણાઈ ભરતકૂટના પૂર્વમાં આ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વત ઉપર સિદ્ધાયતન ફૂટ નામે ફૂટ કહેલ છે. તે છ યોજન એક કોશ ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે તે મૂલમાં છ યોજન - એક કોશ વિષ્ફભથી, મધ્યમાં દેશોન પાંચ યોજન વિખંભથી, ઉપર સાતિરેક ત્રણ યોજન વિશ્કેભતી છે. મૂલમાં દેશોન રર-યોજન પરિધિથી, મધ્યમાં દેશોન પંદર યોજન પરિધિથી, ઉપર સાતિરેક નવ યોજન પરિધિથી છે. તે મૂલમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર પાતળી, ગોપુચ્છ સંસ્થાનથી સંસ્થિત છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ, લક્ષણ યાવત્ પ્રતિરૂપ છે.
તે એક પાવરવેદિકાથી અને એક વનખંડથી ચારે દિશા-વિદિશાથી સંપરિવૃત્ત છે. પ્રમાણાદિ પૂર્વવત્.